ગુજરાત: ફરજ દરમિયાન કોલેજના પ્રોફેસર… તો મોર્નિંગ વોકમાં જાણીતા ડોક્ટરને હાર્ટએટેક આવતા મોત

હાર્ટ એટેક (Heart attack): ગુજરાત (Gujarat) રાજ્યમાં હાર્ટએટેક(heart attack) ના કેસોમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ બે હાર્ટએટેકના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર (Saurashtra) માંથી અલગ-અલગ જગ્યાએ બે લોકોના નિધન હાર્ટએટેકના કારણે થયા છે.

ગુજરાતમાં આવેલા રાજકોટ (Rajkot) શહેરમાં ફરજ દરમિયાન એક પ્રોફેસરનું હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે. ગુજરાતમાં આવેલા જામનગર (Jamnagar) જિલ્લોમાં જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનું મોર્નિંગ વોક દરમ્યાન રોડ પર જ હ્યદય બંધ પડી જતા મોત થયું છે.

રાજકોટના જેતપુરમાં આવેલી જી.કે એન્ડ સી.કે બોસમીયા કોલેજના બીસીએના પ્રોફેસર પ્રકાશ ત્રિવેદીને હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું હતું. મળેલી માહિતી અનુસાર, આજે સવારે તેઓ કોલેજની લાઇબ્રેરીમાં હતા અને ત્યારે તેમને અચાનક છાતીમાં દુખવાનું શરુ થયું હતું.

છાતીમાં દુઃખાવો ઉપડતા સ્ટાફ દ્વાર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રકાશભાઈ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમને મોત આંબી ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રકાશભાઈ અરવલ્લીના મોડાસા બાજુના વતની હોવાનું જણવા મળ્યું હતું.

રાજ્યના જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો.મિલન ચગને આપણે સૌ જાણ્યે જ છીએ. ડો.મિલન ચગના ભાઈ અને જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો.સંજીવ ચગનું મોર્નિંગ વોક દરમ્યાન હાર્ટ એટેક આવથી મૃત્યુ થયું છે. પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મળેલી માહિતી અનુસાર જામનગરના જોલી બંગલા રોડ પર ક્લિનિક ધરાવતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો.સંજીવ ચગ (ઉંમર વર્ષ: 57) આજે સવારે પાર્ક કોલોનીમાં આવેલા તેમના નિવાસસ્થાનથી મોર્નિંગ વોક કરવા માટે નિકળ્યા હતા. ત્યારે તેઓ સેન્ટ આન્સ સ્કુલ સામેના બેન્ક રોડ ઉપરથી ચાલતા-ચાલતા હ્યદય બંધ પડી જતા ઢળી પડ્યા હતા.

ડો.સંજીવ ચગ રસ્તા પરજ ઢળી પડ્યાતા વોકિંગમાં નિકળેલા લોકોએ તરતજ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. 108 આવે ત્યાં સુધીમાં એક નિવૃત ફૌજીએ તેમને ઘટના સ્થળે પમ્પીંગ કર્યા બાદ ડો.સંજીવ ચગ બેઠા થયા હતા. ત્યાર બાદ ડો.સંજીવ ચગને તરતજ જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા તેઓને પમ્પીંગ સહિતની સઘન સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેઓને મૃત જાહેર કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *