ગુજરાત(Gujarat): ગિરનાર(Girnar)ની લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ગયો છે. લોકો પૂણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. એવામાં પરિક્રમા દરમિયાન એક યાત્રાળુ દ્વારા વાનરને હેરાન કરતો વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ(Viral video) થતા પ્રાણીપ્રેમીઓમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈ લોકોના મનમાં પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે આમાં જાનવર કોણ છે?
વનવિભાગના આદેશનું ઉલ્લંઘન:
અમે તમને જણાવી દઈએ કે, ગિરનારની લીલી પરિક્રમાના શરૂઆત પહેલા જ વનવિભાગ દ્વારા કોઈ વન્યપ્રાણીની હેરાન ન કરવાનો આદેશ આપતું હોય છે. પરંતુ, પરિક્રમાના રૂટ પર શાંતિથી બેસેલા એક વાનરની પૂંછ પકડી હેરાન કરતા પ્રવાસીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રવાસીઓમાં અને પ્રાણીપ્રેમીઓમાં નારાજગી તેમજ રોષ જોવા મળી રહ્યો છે.
વાનરને હેરાન કરતા જોઈ એક મહિલા જાણો શું બોલી ઉઠ્યા:
સોશિયલ મીડિયામાં હાલમાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં પરિક્રમાના રૂટની બાજુ પર બે વાનર બેસેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થઈ રહેલો એક પ્રવાસી વાનરની નજીક જઈ રહ્યો છે અને તેની પૂંછ પકડી હેરાન કરતો જોવા મળી રહ્યો છે. આ સમયે જ અન્ય પ્રવાસીઓમાંથી રોષે ભરાયેલી એક મહિલા બોલી ઉઠે છે કે, ‘માણહ થાવ હવે’.
વનવિભાગે ટીખળખોરની શોધખોળ કરી શરુ:
પરિક્રમાના રૂટ પર વાનરની હેરાન કરતા યાત્રાળુનો વીડિયો વાયરલ થતા વનવિભાગ દ્વારા વાયરલમાં દેખાતા શખ્સની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.