8 જુન ૧૯૮૭ નું એક પેપર કટીંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ધ ટેલિગ્રાફના આ કથિત કટીંગ માં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સ્થાનિક છોકરીની સાથે બળાત્કારનો આરોપ છે. તે વખતે અરવિંદ કેજરીવાલને ઉંમર ૧૯ વર્ષની હતી અને તેઓ આઇઆઇટી ખડગપુરમાં ભણતા હતા.
આ પેપર કટિંગ ને સોશિયલ મીડિયામાં શેર કરીને લખવામાં આવી રહ્યું છે કે,” 08/06/1987 ની ખૂબ જ મોટી ખબર જેમાં IIT ખડકપુર નો એક વિદ્યાર્થી એક સ્થાનિક છોકરી સાથે બળાત્કારના આરોપમાં પકડાયો હતો અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તે વિદ્યાર્થીનું નામ અરવિંદ કેજરીવાલ છે. પુરાવા તરીકે તે સમયનાં ટેલિગ્રાફ પેપર નું કટીંગ સાથે છે. “
આ દવાઓ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યો છે.
દાવો ખોટો છે, પેપર કટિંગ ફેક છે
આ કથિત ન્યુઝ પેપર ની ખબર સાથે સંબંધિત શબ્દો ગુગલ પર સર્ચ કરતા આ વિશે અન્ય કોઈ માહિતી ન મળી કે જેમાં અરવિંદ કેજરીવાલ પર 1987માં બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હોય. વાસ્તવમાં આ પેપર કટિંગ ફેક હોવાના સંકેત પ્રાપ્ત થાય છે.
નીચે મુજબ સંકેતો સાબિત કરે છે કે પેપર કટિંગ ફેક છે
1) અમુક શબ્દો અને પેરેગ્રાફ છે જગ્યા વધુ છે, જે અસામાન્ય છે.
2) લેખની ભાષા પણ ભૂલ ભરેલી છે.
3) લેખની શરૂઆત ખડકપુર થાય છે પરંતુ ઘટના બન્યા ની તારીખ નો કોઈ ઉલ્લેખ નથી.
આ કથિત કટીંગ fodey.com નામની વેબસાઇટ પરથી બનાવવામાં આવ્યું છે, જે લેખ લખવાનો વિકલ્પ પ્રદાન કરે છે. તમે જાતે જ હેડલાઈન, સમાચાર પત્ર નું નામ અને તારીખ આપીને આવી ક્લિપ બનાવી શકો છો. અમે વાયરલ ક્લિપ સાથે altnews દ્વારા બનાવવામાં આવેલ નો ફોટો પણ નીચે મુક્યો છે. જો કોઈ ધ્યાનપૂર્વક જુવે તો ખ્યાલ આવે કે ક્લિપ ના ત્રીજા અનુચ્છેદમાં સમાન શબ્દોનો ઉપયોગ થયેલો છે. આ એ વાતને સાબિત કરે છે કે આ કટીંગ fodey.com પરથી બનાવવામાં આવ્યું છે.
અગાઉ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ લગાવવા આ જ રીતે ખોટું પેપર કટિંગ બનાવવામાં આવ્યું હતું. પૂર્વ ભાજપા સાંસદ પરેશ રાવલ અને આરબીઆઈ ડાયરેક્ટર એસ ગુરુમૂર્તિ પર પણ નિશાન સાધવા આવા ફેક ન્યુઝ કટીંગ નો ઉપયોગ થયેલો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.