ઉત્તરાખંડ: દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ સતત કહેર મચાવી રહ્યો છે. ઉત્તરાખંડ (Uttarakhand) થી કેરળ (Kerala) સુધી અતિભારે વરસાદ (Heavy rain) ને લીધે સેકંડો લોકોને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર તથા ભૂસ્ખલનને લીધે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા છે. આ દરમિયાન, ઉત્તરાખંડમાં આવેલ બદ્રીનાથ નેશનલ હાઇવે પરનો એક વીડિયો સામે આવ્યો છે.
દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરીથી મોટું સંકટ આવ્યું છે. રાજ્યમાં અતિભારે વરસાદ તથા પર્વતો તૂટવાને લીધે પહેલા કરતા પણ ખરાબ હાલત થઈ રહી છે. હવામાન વિભાગે પહેલેથી જ અલર્ટ આપી દીધું હતું જેને જોતાં કેદારનાથ યાત્રા પણ આગામી આદેશ સુધી બંધ રાખવાના આદેશ રાજ્ય સરકારે આપી દીધા હતા.
જો કે, ઉત્તરાખંડનાં અનેકવિધ ધાર્મિક સ્થળો પર ગયેલા સેકંડો ગુજરાતીઓ હાલ ત્યાં ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. કેટલાક લોકોએ ટ્વિટર જેવા મારફતે સરકાર પાસે મદદની માંગણી કરી છે ત્યારે હવે ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલ તરત જ એક્શન મોડમાં આવી ગયા છે.
CM ભુપેન્દ્ર પટેલે CM ધામીને ફોન ઘુમાવ્યો:
આપને જણાવી દઈએ કે, CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડનાં CM પુષ્કર સિંહ ધામીની સાથે આ મુદ્દા પર ટેલિફોનિક ચર્ચા કરી લીધી છે. જયારે ગુજરાતથી ગયેલા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈ બને તેટલી મદદ કરવા માટેની ચર્ચા કરવામાં આવી છે બાદમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હેલ્પપાઇન નંબર જાહેર:
CM ભૂપેન્દ્ર પટેલનાં આદેશ પછી ફસાયેલા ગુજરાતીઓનો સંપર્ક થઈ શકે છે એના માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. CMOએ જાહેર કરેલ હેલ્પલાઈન નંબર 079-23251900 છે. આ નંબર પર વધુ જાણકારી પણ મેળવી શકાશે.
કેરળમાં ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા:
કેરળમાં અતિભારે વરસાદને લીધે જ્યાં જુઓ ત્યાં વિનાશ સર્જાયો છે ત્યારે અહીં પણ ભારે વરસાદને લીધે પૂર તથા ભૂસ્ખલનને લીધે અંદાજે 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક લોકો બેઘર થઈ રહ્યા છે. ડેમમાં પાણીની જળ સપાટીમા વધારો થવાને લીધે મંગળવારની સવારે 6 વાગે એર્નાકુલમ જિલ્લામા ઇદામલયાર ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.