ક્રિકેટ પ્રેમી CM ભૂપેન્દ્ર પટેલની અડધી પીચે બેટિંગ કરતો વિડીયો વાઈરલ- જુઓ ફોર ગઈ કે સિક્સ

ગુજરાત(Gujarat): રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) અનેક વાર ક્રિકેટ(Cricket), વોલીબોલ જેવી રમતો રમતા નજરે પડી ચૂક્યા છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પણ ક્રિકેટ રમતા નજરે ચડ્યા છે. સુરત(Surat) ખાતે મેયર્સ કપના આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ બેટિંગ કરી હતી. હાથમાં બેટ લઇને અનોખા અંદાજમાં જ ધમાકેદાર શોટ્સ રમ્યા હતા.

આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શાનદાર બેટિંગનો એક પુરાવો મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન મેયર્સ કપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાના મેયર અને કમિશનરની ટિમોએ આ ક્રિકેટ ટુર્નામેટમાં ભાગ લીધો હતો.

આ પહેલા પણ અમદાવાદમાં મુખ્યમંત્રી રમી ચુક્યા છે ક્રિકેટ:
આ પહેલા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વેલિયન્ટ પ્રીમિયલ લીગની ટ્રોફીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપુલ નારીગરા સામે ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસેથી માંગી લીધુ હતુ.

આમ મુખ્યમંત્રીનો ક્રિકેટનો શોખ અચાનક જગમગી ઉઠ્યો હતો. તેઓએ બેટને જોઈને તરત જ કહ્યુ હતુ કે, મને પણ ક્રિકેટ રમવી ગમે છે હું પણ ક્રિકેટનો શોખીન છું. મારે પણ આ બેટ જોઈએ છે. મુખ્યમંત્રીની ઈચ્છાને જોઈને પ્લેયર્સે પણ તેમને બેટ ભેટ કરવાની ઈચ્છા દર્શાવી હતી અને વિપુલ નારીગરાએ મુખ્યમંત્રીને બેટ ભેટમાં આપ્યું હતુ.

આ કાર્યક્રમ બાદ સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા  ધારાસભ્ય સંગીતા પાટીલના યજમાન પદે આયોજીત શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યુ હતું. ત્યાર બાદ સુરતના કતારગામ ખાતે આયોજિત થયેલી રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં પણ હાજરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *