ગુજરાત(Gujarat): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે(Bhupendra Patel) લોકોને રાહત મળી રહે તે માટે એક મોટો અને મહત્વનો નિર્ણય(Big decision) લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય રહે તે માટે એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પટેલના આ નિર્ણય મુજબ રાજ્યમાં ‘ડિજીટલ ગુજરાત(Digital Gujarat)’ અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા વધારો કરીને હવે 1 વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરી દેવામાં આવી છે.
લોકોના હિતને લઈને લીધો મોટો નિર્ણય:
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવામાં આસાની રહેશે. અત્રે ઉલ્લેખનય નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે માન્ય રાખવામાં આવે છે. રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને દર વર્ષ માટે આવકનું પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા પડતા હોય છે.
ઈ-ગ્રામ સરકારી કેન્દ્રો પરથી જ આપવામાં આવશે:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ સમસ્યાનું નિરાકરણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની સમય મર્યાદા પણ ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવાનો સરકાર દ્વારા મહત્વનો અને જનહિતકારી નિર્ણય કર્યો છે.
આવકના પ્રમાણ પત્રથી મળશે મુક્તિ:
અત્રે ઉલ્લેખનીય છે કે, હવેથી રાજ્યના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે એટલે કે વારંવાર ધક્કાઓ ખાઈને મુશ્કેલીઓ વેઠવી નહિ પડે તથા એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહિ. આ અંગેના જરૂરી આદેશો રાજ્યના પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.