હરિપ્રસાદ સ્વામીના દિવ્ય દેહને જોઇને રડી પડ્યા ભક્તો: આવતી કાલે દિલ્હીના CM સ્વામીજીના દર્શન કરવા આવશે ગુજરાત

વડોદરાના સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય શ્રી હરિપ્રસાદ સ્વામીનું નિધન થયું છે. વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સોમવારે રાત્રે તેઓ અવસાન પામ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, સંતો અને દેશ વિદેશના હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે, તેઓ શ્રી યોગી ડીવાઇન સોસાયટી ના પ્રણેતા પણ હતા.

હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરીધામ સોખડા લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરીધામ સોખડા લઇ જતી વખતે રસ્તા પર મોટી સંખ્યામાં ભારે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ભક્તો પણ આ કાફલાની સાથે વાહનો લઈને જોડાણા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ હરિભક્તોને હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શનનો લાભ મળે તે માટે મંદિર દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી હરિભક્તોને વિવિધ સમયની ફાળવણી કરવામાં આવી છે. દર્શન દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન ઉભી થાય તે માટે 150 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો આવશે. આજે સાંજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા સ્વામીજીના દર્શન કરવા માટે આવશે. જ્યારે આવતીકાલે ગુરુવારના રોજ મંત્રી સૌરભ પટેલ સ્વામીજીના દર્શન કરવા માટે આવશે. તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આવતીકાલે સ્વામીજીના દર્શન કરવા માટે આવશે.

તો શુક્રવારના રોજ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ સ્વામીજીના અંતિમ દર્શન કરવા માટે આવશે. 31 જુલાઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્વામીજીના અંતિમ દર્શન કરવા માટે આવશે. ૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વામીજીના દર્શન કરવા માટે આવશે.

હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને મંગળવારના 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શન માટે મુકવામાં આવશે. ત્યાર પછી 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ સાથે કરવામાં આવશે. જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો હાજરી આપશે. પ્રદેશ મુજબ દર્શન માટેનો સમય અને દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

અમે તમને જણાવી દઈએ કે , સ્વામી હરિપ્રસાદજી બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના સંત અને પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓને જન્મ 1934માં થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *