“ઉપરવાળો ન્યાય કરશે, માફ કરજો” નવસારીના આધેડે વ્યાજખોરોથી કંટાળીને કર્યો આપધાત

નવસારી(ગુજરાત): વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અનેક લોકો આપઘાત કરી લેતા હોય છે. અવારનવાર આવા બનાવો જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક વાર નવસારીમાં વ્યાજખોરોના ત્રાસથી…

નવસારી(ગુજરાત): વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અનેક લોકો આપઘાત કરી લેતા હોય છે. અવારનવાર આવા બનાવો જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક વાર નવસારીમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ હૉસ્પિટલમાં આધેડની સારવાર શરુ છે. આપઘાત કરતા પહેલા આધેડે એક વીડિયો મારફતે પોતાની વેદના વ્યક્ત કરી હતી. વ્યાજખોરોએ આધેડ તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મામલે પોલીસે વ્યાજખોરો વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાંધકામનું કામ કરતા વિજલપોરના આધેડે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરો અવારનવાર ધમકી આપતા હોવાથી આધેડે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા પહેલા આધેડે એક વીડિયો મારફતે પોતાની વેદન વ્યક્ત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વિજલપોર પોલીસે આ મામલે આધેડના પરિવારોના નિવેદન નોંધ્યા હતા. ત્યારબાદ પોલીસે 3 વ્યાજખોરો વિરુધ ફરિયાદ નોંધી છે. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડ પાસેથી વ્યાજખોરો કુલ 25 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જેમાંથી દીપક શર્મા નામના વ્યાજખોરે 20 લાખ રૂપિયા અને ગીરીરાજ શર્મા ઉર્ફે દાઢીએ 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ ઉપરાંત કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશ શર્મા અને અને તેના પરિવારને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ગીરીરાજ ઉર્ફે દાઢી શર્મા, દીપક શર્મા અને હરિઓમ શર્મા વિરુધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આધેડે આપઘાતના પ્રયાસ પહેલા એક વીડિયો વાયરલ કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે, “તેમની વિરુદ્ધ તમામ પુરાવા મારી ગાડીને ડિકીમાં રાખ્યા છે. મોબાઈલમાં પણ છે. આ લોકોએ મને શું આપ્યું અને મેં તેમને શું આપ્યું તે તમામ વિગત છે. તે અમને હેરાન કરે છે. ઉપરવાળો ન્યાય કરશે. માફ કરજો. અશોકભાઈ, મને માફ કરજો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ લોકોએ મને બહુ હેરાન કર્યો, બહુ માર્યો. છોડતા નહીં. બાળકોનું ધ્યાન રાખજો. હું તો ચાલ્યો જઈશ પરંતુ એક બે લોકોનો જીવ બચી જશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *