CM રૂપાણીએ કોરોના સામેની લડાઈમાં નિષ્ફળતા છુપાવવા જમાતીઓને ઠેરવ્યા જવાબદાર

વિશ્વ આખામાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. દેશ આખામાં લોકડાઉનની પરિસ્થતિ વચ્ચે કેસનો આંકડો 20 હજારે પહોંચશે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2500ની પાર પહોચી ગઇ છે જ્યારે આ વાયરસને કારણે 100થી વધુ લોકોના મોત થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ તબલિગી જમાત પર લગાવ્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે, દિલ્હીની તબલિગી જમાતમાં ભેગા થયેલા લોકોને કારણે દેશ અને ગુજરાતમાં ચેપ ફેલાયો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ‘આખા ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ 70 ટાકા કેસ અમદાવાદ, સુરત અને વડોદરામાં જોવા મળ્યા છે. જેમાંથી 85 ટકા દર્દીઓ ઝડપથી સ્વસ્થ્ય પણ થયા છે. હોટસ્પોટમાં અગ્રેસિવ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓમાં મોટાભાગના કોઇ અન્ય બીમારીથી પણ પિડાતા હતા. જો કરફ્યૂ ના લગાવ્યો હોત તો ચેપ વધુ ફેલાયો હોત. રાજ્યમાં ચેપને વધતો રોકવા માટે કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. સાથે જ રૂપાણી સરકારે કહ્યું કે, કોરોના સામે લડવા બધા પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારે, વિશ્વાસ રાખીશું કે ગુજરાત કોરોના સામેની જંગ જીતશે.’

આગળ તેમને જણાવ્યું કે, ‘ગુજરાત સરકારે માર્ચ મહિનાની 20 તારીખની આસપાસથી કોરોના સામે લડવા માટે આગોતરૂ આયોજન કર્યુ હતું. રાજ્યમાં સાડા 9 હજાર બેડની વ્યવસ્થા કરી હતી. જેમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ, એસવીપીમાં 500 બેડ, સુરત, વડોદરા અને રાજકોટમાં બીજા 2500 બેડ તેમજ અલગ અલગ જિલ્લાઓમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આપણે આજે કોરોનાના દર્દી 2500 સુધી પહોચ્યા છીએ. રાજ્યમાં સાડા નવ હજાર જેટલા બેડની વ્યવસ્થા છે. અમદાવાદમાં જ સાડા પાંચ હજાર સ્પેશ્યલ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં બેડની વ્યવસ્થા ઉભી કરી છે.’

સાથે જ રૂપાણી સરકારે ખાતરી આપી કે સરકારી હોસ્પિટલમાં કોરોનાના કોઇ પણ દર્દીની વિનામુલ્યે સારવાર કરવામાં આવશે. સારવારનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ખાતરી આપી છે કે સરકારી હોસ્પિટલમાં ઉત્તમ વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે, તેમના આખા નિવેદનમાં તેમને ખાનગી હોસ્પિટલનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *