હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનન કેસમાં ઝડપથી વધરો થઈ રહતો છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હતા પરંતુ હવે સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાતે આવવાના છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સુરતની મુલાકાતે જશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ બપોરે 3.10 કલાકે સુરત આવીને સાંજે ૬ કલાકે રવાના થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ બપોરે 3 કલાકે સુરત આવી પહોંચશે. ત્યારબાદ સિવિલ કેમ્પમસાં આવેલી કોવિડ-19 હોસ્પિટલ અને કિડની હોસ્પિટલની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા સ્ટેમસેલ બિલ્ડિંગમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ અંગે ચાલી રહેલી કામગીરી અંગે રિવ્યુ બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવશે. સાથે જ એક હજાર બેડની અદ્યતન સુવિધા સાથેની સજ્જ હોસ્પિટલને ખુલ્લી મુકશે. જે બાદ સીએમ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજશે. અમદાવાદની જેમ સુરતમાં કોરોનાના કેસ ઘટે તે દિશામાં ચર્ચા કરી સૂચનો આપશે. મુખ્યમંત્રીની સાથે સુરતની મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન પણ જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ CM રુપાણી 4 જુલાઈ ના રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા. ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે પણ મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો જન્મદિવસ પૂર-આપત્તિગ્રસ્તોની વચ્ચે તેમના બચાવ સહાય કાર્યોમાં 5 દિવસ બનાસકાંઠામાં રહીને મનાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP