ભવ્ય જીત બાદ CM રૂપાણીનો હુંકાર: 2015માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું

આજે ગુજરાત (Gujarat) માં જિલ્લા પંચાયત (District Panchayat ), તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે. સવારે 9 વાગ્યે મતગણતરી પૂરી થઈ ગઈ છે. 31 જિલ્લા- 231 તાલુકા પંચાય (Taluka Panchayat) તો અને 81 નગરપાલિકા (Nagarpalika)ઓની સામાન્ય ચૂંટણીઓ માટે રવિવારે 2 કરોડ 98 લાખ 29 હજાર 645માંથી 1 કરોડ 95 લાખ 71 હજાર 184 મતદારોએ મત આપ્યો હતો.

ગુજરાત માં જ્યારે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાઈ તેમાં સાથે સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી નગર પાલિકા નો પણ સમાવેશ થાય છે ત્યારે લીંબડી માં ટોટલ ૭ વોર્ડ માં ભારતીય જનતા પાર્ટી ને રાષ્ટ્રીય કોંગ્રેસ ના ઉમેદવારો સાથે કાંટા ની સિધ્ધિ ટક્કર જોવા મળતી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી ના ૭ વોર્ડ ના ઉમેદવારો જંગી બહુમતી થી જીત્યા હતા.

લીંબડી ભાજપ એ લીંબડી નગર પાલિકા માં કોંગ્રેસ ને ખાતું પણ ખોલવા દીધું ના હતું ને લીંબડી ભાજપે કોંગ્રેસ મુક્ત લીંબડી નગર પાલિકા બનાવી જોવા માં આવતો આ ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ ના વોર્ડ ન ૪ ૬ ને ૭ માં પણ ગાબડા પાડી ને ઐતિહાસિક જીત હાંસલ કરી ને ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જીત્યા બાદ ઉમેદવારો ને તેમના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યા ત્યારે વોર્ડ નંબર ૪ ના વિજયસરઘસ માં ઉમેદવાર ના ટેકેદારો દ્વારા. ડીજે ના તાલે ઝુમી ઉઠ્યા હતા ને રૂ ૧૦ ૧૦ ની નોટુ નો વરસાદ વરસાવામાં આવ્યો હતો.

જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે. પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના પણ અનેક દિગ્ગજો અને ધારાસભ્ય હારી ગયા છે. નિરંજન ભટ્ટ હારી ગયા છે. કોંગ્રેસી નેતાઓના કુટુંબીજનો હારી ગયા છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે તે બતાવે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્રભાઈએ જે રીતે મોસાળમાં મા પીરસે તે રીતે જતન કર્યું છે. આજે ગુજરાતની જનતાનો હું આભારી છું.

તેમણે વધુમાં કહ્યું કે, સીઆર પાટીલની ટીમને અભિનંદન આપું છું. ટીમે જે રીતે પ્લાનિંગ કર્યું તેનો આ વિજય છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી. આગામી દિવસોમાં ભાજપ ગુરજાતમાં સર્વવ્યાપી સર્વસ્પર્શી વિકાસ કરશે. તમામ લોકોને સાથે લઈને ચાલશે. અમારી જવાબદારી વધી છે. પ્રજાએ પ્રેમ આપ્યો છે. વિશ્વાસ એળે નહિ જાય તેની ખાતરી આપુ છું.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ગુજરાતના સપનાઓ પૂરા કરવાના ખાતરી આપું છું. કાર્યકર્તાઓએ પ્રજાનો વિશ્વાસ હજી વધારવાનો છે. ચૂંટાયેલા લોકો એ રીતે કામ કરે. આ વિજયને કાર્યકર્તાઓ વિનમ્રતાથી ઉજવે. પંચાયતોમાં કોંગ્રેસનું ચાલ્યુ હોય તો કાઉન્ટિંગ પણ ન થવા દેત. કોંગ્રેસને પહેલેથી ખબર પડી ગઈ હતી કે, તેમનુ નહિ ચાલે. કોંગ્રેસ ડૂબતી નાવડી છે. આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે. આદિવાસી વિસ્તોરમાં પણ જનતા ભાજપ સાથે છે. ગયા વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો વ્યાજ સાથેનો બદલો મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *