તાજેતરમાં જ લોકસભા ચૂંટણી પૂરી થઈ અને દક્ષિણ ભારતીય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે અનેક રાજનેતાઓની તસવીરો જોઈ હશે પરંતુ સવાલ એ છે કે તેમાંથી કેટલાના ચહેરા તમને યાદ છે. અહીં આવી જ એક તસવીર સામે આવી છે જે જોઈને એક નજરે તો તમે આ વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ જાઓ.
આ તસવીરમાં જે વ્યક્તિ જમીન પર બિસ્તર લગાવીને સૂતી જોવા મળી રહી છે તે એક રાજ્યના મુખ્યમંત્રી છે. જે સાવ સામાન્ય વ્યક્તિની જેમ સૂતા છે.
બીજી એક તસવીરમાં આ મુખ્યમંત્રીજી સાવ સાદા પહેરવેશ એટલે કે નોર્મલ ટીશર્ટ અને પેન્ટમાં જોવા મળી રહ્યાં છે જે જમીન પર સૂતા છે.
આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી છે. વાત જાણે એમ હતી કે શુક્રવારે એચડી કુમારસ્વામી ‘Village stay programme’ (ગ્રામ પ્રવાસ કાર્યક્રમ) અંતર્ગત ગામડાઓની મુલાકાત કરી રહ્યાં છે. આ કાર્યક્રમમાં તેઓ શુક્રવારે કલબુર્ગી જિલ્લાના અફઝલપુર તાલુકાના હેરુરબી ગામ પહોંચ્યાં.
આ દરમિયાન ખુબ વરસાદ પડ્યો. જેના કારણે તેમણે કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો. આવા સંજોગોમાં મુખ્યમંત્રી કુમારસ્વામીને ચંદકી ગામ યાદગીરમાં સરકારી પ્રાથમિક શાળામાં રોકાણ આપવામાં આવ્યું. અહીં એક રૂમમાં જમીન પર જ પથારી કરીને તેઓ સૂતા જોવા મળ્યાં.
કુમારસ્વામીએ પોતાના પસંદગીના ગ્રામ વાસ્તવ્ય કે ગ્રામ પ્રવાસ કાર્યક્રમને ફરીથી શરૂ કર્યો છે. તેનો શુભાંરભ તેમણે 2006માં મુખ્યમંત્રી તરીકે પોતાના પહેલા કાર્યકાળમાં કર્યો હતો. ગ્રામીણોને સંબોધતા તેમણે જાહેરાત કરી કે એક પશુ ચિકિત્સાલય યાદગીરી જિલ્લીમાં સ્થાપિત કરાશે અને કહ્યું કે શનિવારથી કામ શરૂ થઈ જશે .