મોદી-યોગીની જોડીનો કમાલ- આજ સુધી કોઈ સીએમ નથી કરી શક્યા તે યોગીએ કરી બતાવ્યું

UP Election 2022: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં તમામ 403 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને ટ્રેન્ડમાં બહુમતી મળી છે. આ પછી યુપીના સીએમ યોગી આદિત્યનાથ(Yogi Adityanath) ફરી એકવાર સરકાર બનાવતા જોવા મળી રહ્યા છે. યોગી આદિત્યનાથ ફરીથી મુખ્યમંત્રી બનવા સાથે ઈતિહાસ રચશે અને તેમના નામે અનેક રેકોર્ડ નોંધાશે.

પોતાનો કાર્યકાળ પૂરો કરીને સત્તામાં આવનાર પ્રથમ મુખ્યમંત્રી:
ઉત્તર પ્રદેશમાં સરકારની રચના સાથે, યોગી આદિત્યનાથ પ્રથમ એવા મુખ્ય પ્રધાન બનશે, જે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને ફરીથી સત્તામાં આવશે. ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં અત્યાર સુધી આવું બન્યું નથી. આ પહેલા યુપીમાં અનેક મુખ્યમંત્રીઓ ફરી સત્તામાં આવ્યા છે, પરંતુ તેમાંથી કોઈએ પ્રથમ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. જેમાં સંપૂર્ણાનંદ, ચંદ્ર ભાનુ ગુપ્તા અને હેમવતી નંદન બહુગુણાના નામ સામેલ છે.

5 વર્ષ પૂરા કરીને સત્તામાં પાછા આવશે:
યોગી આદિત્યનાથ વર્ષ 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને તેમણે તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. યોગી આદિત્યનાથ સતત બીજી વખત તેમની પાર્ટીને સત્તા આપશે અને ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં પ્રથમ એવા મુખ્યમંત્રી બનશે, જેમના નેતૃત્વમાં કોઈપણ પાર્ટી 5 વર્ષ પૂર્ણ કરીને સત્તામાં પરત ફરી રહી છે.

યોગી આદિત્યનાથ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે અને ગોરખપુરથી ચૂંટણી મેદાનમાં છે. 2003 પછી આ પ્રથમ વખત બનશે જ્યારે ધારાસભ્ય બન્યા બાદ કોઈ નેતા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ પહેલા વર્ષ 2003માં મુલાયમ સિંહ યાદવ ધારાસભ્ય બન્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી માયાવતી, અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ પોતે વિધાન પરિષદ દ્વારા મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *