ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુખ્યમંત્રી કાર્યાલય (@CMOfficeUP)નું ટ્વિટર એકાઉન્ટ શુક્રવારે મોડી રાત્રે સાયબર અપરાધીઓ દ્વારા હેક(Twitter account hacked) કરવામાં આવ્યું હતું. સીએમઓના ટ્વિટર હેન્ડલની ડીપી અને બેકગ્રાઉન્ડ પિક્ચર બદલવાની સાથે હેકરે સેંકડો યુઝર્સને ટેગ કરીને અનેક ટ્વિટ પણ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલયનું આ એકાઉન્ટ શુક્રવારે મોડી રાત્રે લગભગ 12.30 વાગ્યે હેક કરવામાં આવ્યું હતું. આ પછી લગભગ 40 મિનિટ સુધી હેકર્સે આ હેન્ડલ પર કબજો જમાવ્યો હતો. આ દરમિયાન, હેકર્સે યુપી સીએમઓના ટ્વિટર હેન્ડલ પરથી 30 થી વધુ પ્રમોશનલ ટ્વિટ્સ કર્યા. તેણે એકાઉન્ટનો બાયો અને પ્રોફાઈલ ફોટો પણ બદલી નાખ્યો હતો.
મધ્યરાત્રિએ સીએમ ઓફિસનું ટ્વિટર હેન્ડલ હેક થયાની માહિતી મળતાં જ રાજ્ય સરકારની અમલદારશાહી, યુપી પોલીસ અને સાયબર નિષ્ણાતોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, લગભગ 1.15 વાગ્યે ખાતું પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.
જેમાં પહેલા સીએમ યોગી આદિત્યનાથની તસવીર લગાવવામાં આવી હતી, ત્યારબાદ પ્રોફાઈલ પિક્ચરનું બેકગ્રાઉન્ડ બદલવામાં આવ્યું હતું અને લગભગ અડધા કલાક બાદ યુપી સીએમઓનું ટ્વિટર હેન્ડલ રિસ્ટોર કરવામાં આવ્યું હતું.
સરકારે કહ્યું- કડક કાર્યવાહી કરવામાં આવશે
સરકારે કહ્યું છે કે, સાયબર નિષ્ણાતો દ્વારા કેસની તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલય (@CMOffice)નું ટ્વિટર એકાઉન્ટને 40 લાખથી વધુ લોકો ફોલો કરે છે. હેક કરાયેલા ટ્વિટર હેન્ડલના સ્ક્રીનશૉટ્સ ઘણી વેબસાઇટ્સ દ્વારા ફ્લેશ કરવામાં આવ્યા હતા. આનાથી ખબર પડે છે કે હેકર્સે એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક્ચરને કાર્ટૂનથી બદલી નાખ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.