હાલમાં કોરોના મહામારીની સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલનો ભાવ પણ લિટર દીઠ 83 રૂપિયાને પાર કરી ચુક્યો છે. આવી પરિસ્થિતિમાં પેટ્રોલના સતત વધતા જતાં ભાવને લીધે સામાન્ય માણસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતાં ભાવની વચ્ચે CNG થોડી રાહત આપે છે તથા CNGને લગતી આ જાણકારીથી તમે ખુશ થઇ જશો કે, હવે તમે તમારી એક્ટિવામાં પણ CNG કિટ ફીટ કરી શકો છો. જે આપને ખુબ ફાયદાકારક સાબિત થશે.
CNG પેટ્રોલ કરતા સસ્તું તેમજ વધારે માઇલેજ આપે છે:
તમારી એક્ટિવામાં CNG કીટ ઇન્સ્ટોલ કરીને તમે પેટ્રોલને બાય-બાય કહી શકો છો. કારણ કે, CNG પેટ્રોલ કરતા ખુબ સસ્તું તેમજ વધુ માઇલેજ પણ આપે છે. અમુક લોકો એક્ટિવામાં CNG કિટ પણ ફીટ કરે છે. CNG કીટની સાથે એક્ટિવાનું માઇલેજ કુલ 100 કિમી સુધીનું થઇ જાય છે.
આની સાથે જ CNGની કિંમત પ્રતિ કિલો 48 રૂપિયા રહેલી છે. હોન્ડા કંપનીએ એક્ટિવાના કેટલાંક મોડેલ્સ લોન્ચ કર્યા છે. માર્કેટમાં અત્યાર સુધીમાં ઉપલબ્ધ બધાં જ એક્ટિવા મોડેલ પેટ્રોલ સંચાલિત મોડેલ છે.
કીટની કિંમત તેમજ ઇન્સ્ટોલ કરવા માટેનો કુલ ખર્ચ 15,000 રૂપિયા :
આવી પરિસ્થિતિમાં દિલ્હીની CNG કીટ નિર્માતા કંપની LOVATOએ સ્કૂટર્સ માટે CNG કીટ લોન્ચ કરી છે. આ કીટની કિંમત તેમજ તેને ઇન્સ્ટોલ કરવા માટેનો કુલ ખર્ચ અંદાજે 15,000 રૂપિયા થાય છે. LOVATOએ દાવો કર્યો છે કે, તમે આ ખર્ચ 1 વર્ષ કરતા ઓછા સમયમાં વસુલ થઇ જાય છે.
CNG અને પેટ્રોલ એમ બંને રીતે ચાલી શકે છે એક્ટિવા :
મહત્વની વાત તો એ છે કે, જો જરૂર પડે તો CNG કીટની સાથે સજ્જ એક્ટિવા પેટ્રોલથી પણ ચલાવી શકાય છે. આની માટે એક્ટિવામાં સ્વિચ આપવામાં આવે છે, તમે તમારા સ્કૂટરને CNG અથવા તો પેટ્રોલ મોડમાં ચલાવી શકો છો. સીટની નીચેની બાજુએ CNGને ઓપરેટ કરવાવાળું એક મશીનફીટ કરવામાં આવે છે. કીટ લગાવ્યા બાદ CNG સંબંધિત ગ્રાફિક્સ પણ એક્ટિવામાં મૂકવામાં આવે છે, જેને લીધે તેમની ઓળખ થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle