CNG Price Hike: હવે તો બવ કરી મોંઘવારી(Inflation)એ તો, અટકવાનું નામ જ નથી લઈ રહી. પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં વધારો અટક્યો તો CNGના ભાવ આગ લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં આજથી CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 2.20નો વધારો થયો છે.
ઓલ ઈન્ડિયા પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અલી દારૂવાલાએ જણાવ્યું કે, 29 એપ્રિલથી પુણે શહેરમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના નવા દરો લાગુ કરવામાં આવ્યા છે. હવે શહેરમાં CNG 2.20 પૈસા વધીને 77.20 રૂપિયા પ્રતિ કિલો થશે. અગાઉ શહેરમાં સીએનજીનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિલો હતો. તેમણે કહ્યું કે કુદરતી કિંમતમાં વધારો કર્યા બાદ સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં એક મહિનામાં ચોથી વખત CNGના ભાવમાં વધારો થયો છે.
એક મહિનામાં CNG 15 રૂપિયા મોંઘો થયો:
પુણે શહેરમાં CNGના દરમાં એક મહિનામાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં કુલ કિંમતમાં 15 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. એપ્રિલની શરૂઆતમાં અહીં CNGની કિંમત 62.20 રૂપિયા પ્રતિ કિલો હતી. પહેલા 6 એપ્રિલે તેમાં 7 રૂપિયાનો વધારો કરીને 68 રૂપિયા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 13 એપ્રિલે તેમાં 5 રૂપિયાનો વધારો કરીને 73 રૂપિયા કરવામાં આવ્યો હતો. આ પછી 18 એપ્રિલે તેમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને કિંમત 75 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ. હવે આજના વધારા બાદ CNG કુલ રૂ. 15 મોંઘો થયો છે.
સરકારે વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો:
1 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સરકારે CNG પર વેટમાં મોટો ઘટાડો કર્યો હતો. પછી તે 13 ટકાથી ઘટાડીને 3 ટકા કરવામાં આવ્યો અને કિંમતોમાં પણ મોટો ઘટાડો થયો. જો કે, તે જ દિવસે કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો કર્યો હતો, ત્યારબાદ CNG અને PNGની ઇનપુટ કોસ્ટ પણ વધી હતી અને કંપનીઓએ પણ તેમના છૂટક ભાવમાં વધારો કર્યો હતો.
સીએનજીની કિંમત 80 રૂપિયા સુધી જઈ શકે:
અલી દારૂવાલાનું કહેવું છે કે ભારત છેલ્લા ઘણા સમયથી કતાર, મસ્કત અને આરબ દેશો પાસેથી ગેસ ખરીદી રહ્યું છે. અત્યાર સુધી તેને 20 ડોલર પ્રતિ સિલિન્ડરના દરે ગેસ મળતો હતો. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલી કટોકટીના કારણે યુરોપિયન દેશોમાં ગેસની કિંમત વધીને $40 થઈ ગઈ છે. હવે ભારતમાં પણ આ જ ભાવે ગેસ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કંપનીઓ પર ખર્ચનો બોજ પણ બમણો થઈ ગયો છે. જો ભાવ ટૂંક સમયમાં ઘટશે નહીં તો દેશમાં સીએનજીની કિંમત 80 રૂપિયા થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.