ગુજરાત સહીત 12 રાજ્યોમાં કોલસાની અછત- ટ્રેન અને હોસ્પિટલો સહીત અનેક જગ્યાએ ખોરવાઈ શકે છે વીજ પુરવઠો

દિલ્હી(Delhi) સહિત દેશના તમામ રાજ્યોમાં આકરી ગરમીનો કહેર યથાવત છે. આ દિવસોમાં વધી રહેલી ગરમીને કારણે વીજળીની માંગ પણ ઝડપથી વધી છે. પરંતુ આ બધાની વચ્ચે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં કોલસા સંકટ(Coal crisis)ના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. કોલસાની અછતને કારણે દિલ્હી સહિત 12 રાજ્યો પણ વીજ સંકટ(Power crisis)નો સામનો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. આવી સ્થિતિમાં, મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો સહિત તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓને વીજળી પહોંચાડવામાં સમસ્યા આવી શકે છે.

દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ સાથે સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને પત્ર લખીને પર્યાપ્ત કોલસાના પુરવઠાની માંગ કરી છે. જેથી પાવર પ્લાન્ટને કોલસો ઉપલબ્ધ કરાવી શકાય અને તેમાંથી દિલ્હીમાં વીજળી સપ્લાય કરી શકાય.

મોટાભાગની વીજળી દિલ્હીના દાદરી પાવર પ્લાન્ટમાંથી જાય:
દાદરી, ઉંચાહર, કહલગાંવ, ફરક્કા અને ઝજ્જર પાવર પ્લાન્ટમાંથી દરરોજ 1,751 મેગાવોટ વીજળી દિલ્હી મોકલવામાં આવે છે. દિલ્હીને મોટાભાગનો પુરવઠો (728 મેગાવોટ) દાદરી-II પાવર પ્લાન્ટમાંથી કરવામાં આવે છે. સાથે જ ઉંચાહરમાંથી 100 મેગાવોટ પાવર સપ્લાય કરવામાં આવે છે. નેશનલ પાવર પોર્ટલના ડેઈલી કોલ રિપોર્ટ અનુસાર આ તમામ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે.

દિલ્હી સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “દાદરી-2 અને ઉંચાહર પાવર સ્ટેશનોમાંથી વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે, દિલ્હી મેટ્રો અને સરકારી હોસ્પિટલો સહિત ઘણી આવશ્યક સંસ્થાઓને 24 કલાક વીજ પુરવઠામાં સમસ્યા આવી શકે છે.”

પાવર સ્ટેશનો પર કોલસાની અછત – સત્યેન્દ્ર જૈન
સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, હાલમાં દિલ્હીમાં 25-30% વીજળીની માંગ આ પાવર સ્ટેશનો દ્વારા પૂરી કરવામાં આવે છે, અને આ પાવર સ્ટેશનો કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને દરેક પગલા લઈ રહી છે જેથી રાજધાનીના લોકોને વીજળી સંકટનો સામનો ન કરવો પડે.

દિલ્હીના ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ પાવર સ્ટેશન દિલ્હીના કેટલાક ભાગોમાં અંધારપટ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળામાં મેટ્રો, હોસ્પિટલો અને લોકોને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પણ આ સ્ટેશનો આવશ્યક છે.

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) ના દાદરી-II અને ઝજ્જરની સ્થાપના મુખ્યત્વે દિલ્હીમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે કરવામાં આવી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે. પરંતુ હવે આ પાવર પ્લાન્ટમાં કોલસાનો ખૂબ જ ઓછો જથ્થો બચ્યો છે.

માત્ર દિલ્હી જ નહીં, વધુ 12 રાજ્યોમાં કોલસાની અછત:
આકરી ગરમી અને કોલસાની અછતને કારણે દેશના 13 રાજ્યો વીજળી સંકટનો સામનો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વીજળી સંકટના અહેવાલો આવી રહ્યા છે.

ભારતમાં ગયા અઠવાડિયે 623 મિલિયન યુનિટ પાવરની અછત સર્જાઈ છે. આ સમગ્ર માર્ચ મહિનાની ઘટ કરતાં વધુ છે. ગુરુવારે ભારતમાં વીજળીની માંગ 201 ગીગાવોટ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં 8.2 GW નો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ભારતમાં વીજળીનું સંકટ વધુ ઘેરી બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *