માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ રાજ્યમાંથી આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. નવસારીમાં આવેલ ખેરગામમાં APMC નજીક વળાંકમાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.
બનાવની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રક પલટી મારી જતા થોડીવાર ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે, ત્યારબાદ પોલીસે સ્થિતિ સામાન્ય બનાવી દીધી હતી.
મળી રહેલ જાણકારી પ્રમાણે વહેલી સવારમાં 5:30 વાગ્યાની આસપાસ ખેરગામમાંથી પસાર થઈ રહેલ સ્ટેટ હાઈવે પર APMC નજીક ટ્રક પલટી મારી ગયો હતો. વળાંક પર ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી હતો. ટ્રક પલટી મારી જતાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ બનાવ અંગે 108ની ટીમ તથા પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જો કે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કોલસો ભરીને નાસિક બાજુ જઈ રહેલ ટ્રક પલટી મારી ગયો :
કોલસો ભરીને ટ્રક સુરતથી નાસિક બાજુ જઈ રહ્યો હતો ત્યારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી મારી જવાને કારણે કોલસો રસ્તા પર ઢોળાઈ ગયો હતો. જેને લીધે હાઇવે થોડા સમય માટે બ્લોક થઇ જવાંથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle