અમદાવાદમાં વિવાદનો પર્યાય બની ચૂકેલી કર્ણાવતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. બોગસ મેમ્બરશિપ કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ક્લબના કિચનમાં સાફ-સફાઈનો અભાવના કારણે વીડિયો સભ્યોએ ઉતારી લેતાં વિવાદ સર્જાયો છે. શનિવારે રાત્રે ક્લબના એક સભ્ય ઋત્વિક ઠક્કર પરિવાર સાથે ક્લબની રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. ત્યારે ભોજનમાંથી વંદો નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ઠક્કર પરિવારે રેસ્ટોરાંના રસોડામાં તપાસ કરી તો ત્યાં મરેલો ઉંદર તેમજ ગંદકી જોવા મળ્યા હતા. પરિવારે આ ઘટનાનો વીડિયો ઉતારી ફરતો કર્યો હતો. જો કે, મામલો દબાવવા ક્લબ તરફથી ઠક્કર પરિવાર પર દબાણ કરાઈ રહ્યું છે.
જે સંદર્ભે રવિવારે કેટલાક સભ્યોએ બપોરે અઢી વાગ્યે કેન્ટિનમાં તપાસ કરતાં ગંદકી જોવા મળી હતી. જેનો વીડિયો સભ્યોએ ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. વીડિયો વાઈરલ થયા બાદ પ્રમુખે કેન્ટીનના કોન્ટ્રાક્ટર ટીજીબીને ૧૦ હજારની પેનલ્ટી ફટકારી હતી. આ અંગે ક્લબના સેક્રેટરી કેતન પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ, તેમણે ફોન ઉપાડવાની તસ્દી સુદ્વા લીધી નહોતી. વીડિયોમાં એક મહિલા કિચનના સ્ટાફ સાથે વાતચીત કરી રહ્યા છે કે , તમને સબ્જીમાં વંદાના પગ હલે છે એવા વીડિયો ઉતારનારના પ્રશ્ન સામે કિચનનો કર્મી કંઈ જવાબ આપતો નથી.
ઠક્કર પરિવાર શનિવાર રાત્રે જમવા ગયો હતો
કર્ણાવતી ક્લબનું મેમ્બર ઠક્કર પરિવાર શનિવાર રાત્રે 2.30 વાગે રેસ્ટોરામાં જમવા ગયું હતું. આ સમયે ઠક્કર પરિવારના જમવાની ડિશમાં વંદો નીકળતા વિવાદ થયો હતો. વધારામાં ક્લબના સભ્યો માટે તૈયાર કરવામાં આવેલી વાનગીઓ જ્યાં મૂકવામાં આવી હતી તેની નજીક મરેલો ઉંદર પણ પડ્યો હતો. ક્લબની મેનેજમેન્ટ કમિટીએ વિવાદને દાબી દેવાનો પ્રયાસ કર્યો છે. તપાસ કરવાને બદલે ક્લબના એક ઉચ્ચ અધિકારીએ ઠક્કર પરિવારને ક્લબના ફોન કરી દબાણ લાવતા હોવાનો આક્ષેપ છે.
ઘટના પરિવારે ઉપજાવી કાઢી હોવાનો આરોપ
કર્ણાવતી ક્લબના CEO આર.કે. ભટ્ટે જણાવ્યું હતું કે, શનિવાર રાત્રે 2.27 વાગે ઠક્કર પરિવાર આવ્યો હતો. 2.45 વાગે તેમણે ક્લબમાં ઇશ્યૂ ઊભો કર્યો હતો. તેઓ રેસ્ટોરાંને પૈસા ચૂકવ્યા વગર તેમજ ફરિયાદ લખ્યા વગર નીકળી ગયા હતા. જો તેઓ સાચા હોય તો ફરિયાદ કેમ નથી કરતા અને વીડિયો કેમ વાઈરલ કર્યો. આ આખો મામલો ઊપજાવેલો છે,આવુ કંઇ બન્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.