ગુજરાત(Gujarat): રાજ્યમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે ક, ગત માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલાં કોડ ઓફ ક્રીમીનલ લો પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ(Droupadi Murmu) દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ કારણોસર હવે 144મી કલમ(Article 144)નુ ઉલ્લંઘન કરનારાં દેખાવકારો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે. આ બિલ મંજૂર થતાની સાથે જ પોલીસને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવાની છૂટ મળી છે. જોકે મહત્વનું છે કે, સૌથી મોટી ચિંતા નેતાઓને થવાની છે. જેઓ 144ની કલમ હોવા છતાં દેખાવ કરી રહ્યા છે. ગુજરાતમાં હવે બિલને મંજૂરી મળી જતાં કોડ ઓફ ક્રીમીનલ લો પ્રોસીજર બિલ(Code of Criminal Law Procedure Bill) એ કાયદો બની જશે.
માર્ચ, 2021માં ગુજરાત વિધાનસભામાં કોડ 1 ઓફ ક્રિમિનલ પ્રોસીજર બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને મંજૂરી મળતા જ જયારે હિંસક ઘટના બને ત્યારે પોલીસ અધિકારીઓ પ્રદર્શનકારીઓ વિરુધ્ધ સેક્શન 188 IPC હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. એટલુ જ નહી, દેખાવકારો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. સાથે સાથે જો પ્રદર્શનકારીઓ સામે પોલીસ અધિકારી પગલાં લેશે તો કોર્ટ પણ અવમાનનાનો કેસ દાખલ થશે નહી.
મહત્વનું છે કે, ગુજરાત સરકાર, પોલીસ કમીશ્નર, ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને 144મી કલમ લાગુ કરવાનો અધિકાર છે. હવે જયારે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસિજર બિલ-2021ના બિલને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે 144મી કલમને લગતા કોઇપણ નિયમનો ભંગ કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને પણ આ બિલ કાયદો બની જતાં મોટી રાહત મળશે, અત્યારસુધીમાં પોલીસને કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઉભી થતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં આ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગયા બાદ કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવશે. બિલને મંજૂરી મળતાની સાથે જ પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જોકે અહી એ પણ ઉલ્લેખનીય છે કે, બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેવામાં આવશે તો કોર્ટ અવમાનનાનો કેસ દાખલ નહી કરે. આ સાથે હવે સરકાર વિરોધી આંદોલનોમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.