સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં લાભાર્થે સુરતમાં 2421 બ્લડ યુનિટ એકઠું કરીને માનવતા મહેકાવી 

કોરોના કાળમાં રક્તની ખુબ અછત થઈ ગઈ છે. સાથે સાથે અત્યારે ખુબ મોટા પ્રમાણમાં રક્તદાન કેમ્પોનાં આયોજન થવાથી રક્તદાતાઓ મળવા ખુબ મુશ્કેલ બની ગયા છે.…

કોરોના કાળમાં રક્તની ખુબ અછત થઈ ગઈ છે. સાથે સાથે અત્યારે ખુબ મોટા પ્રમાણમાં રક્તદાન કેમ્પોનાં આયોજન થવાથી રક્તદાતાઓ મળવા ખુબ મુશ્કેલ બની ગયા છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં એક જ જગ્યાએ રેકોર્ડબ્રેક બ્લડયુનિટ એકઠું કરાયું છે. આ બ્લડ જેના કારણે એકઠું કરાયું છે એના વિશે આજે ટૂંકમાં તમને જણાવી દઈએ તો પરોપકારનો પર્યાય એટલે ટીંબીની સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ છે. જ્યાં આજના પ્રોફેશનલ યુગમાં પણ વિનામૂલ્યે તમામ સારવાર આપવામાં આવે છે.

આ નામ અને યુવાટીમનાં કામના લીધે કપરાકાળમાં પણ કાર્ય થઈ શક્યું હતું, પરોપકારમય જીવન જીવવાના પ્રખર હિમાયતી એવા સ્વામી નિર્દોષાનંદજીની પ્રેરણાથી અને દાતાઓના દાન તેમજ સેવક સમુદાયના સહયોગથી વર્ષ 2011થી સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ખરા અર્થમાં દર્દી દેવો ભવના સુત્રને સાર્થક બનાવી રહી છે. હોસ્પિટલમાં તબીબી માર્ગદર્શન, નિદાન, સારવાર અને દવાના પણ રૂપિયા લેવામાં આવતા નથી તેમજ કેસ કઢાવવાનો ટોકનચાર્જ પણ લેતા નથી. એટલું જ નહિ, દર્દી અને તેમની સાથે આવેલ સગાને પણ નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા હોસ્પિટલના અન્નક્ષેત્રમાં કરવામાં આવે છે.

આ હોસ્પિટલનાં લાભાર્થે અને સ્વ. રસિકભાઈ દેવજીભાઈ સવાણી સ્મરણાર્થે સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબાતલાવડી કતારગામ ખાતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં 2421 યુનિટ રક્ત એકત્રિત કરીને સર ટી હોસ્પિટલ ભાવનગર, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સુરતને રક્ત અર્પણ કરવામાં આવ્યું હતું. દાતા સવાણી પરિવાર ઉમરાળાના નિમંત્રણને માન આપી સુરતના તમામ મોટા ઉદ્યોગકારો, સામાજિક અને રાજકીય આગેવાનશ્રીઓએ કેમ્પની મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી અને સ્વર્ગસ્થ સામાજિક અગ્રણીને શ્રદ્ધાંજલિ  પણ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *