સુરતની આ કોલેજિયન યુવતીએ ચાર-ચાર વાર કર્યા આત્મહત્યાના પ્રયાસ, સમગ્ર ઘટના જાણી આંખે અંધારા આવી જશે

હાલ યુવાનો નાની નાની મુશ્કેલીમાં પડતા તે આત્મહત્યાના પ્રયાસો કરે છે. ત્યારે આવો જ એક બનાવ સુરતમાંથી સામે આવી રહ્યો છે. સુરતમાં બે દિવસ પહેલા રાત્રે અર્ધબેભાન હાલતમાં કોલેજમાં અભ્યાસ કરતી છોકરી મળી આવી હતી.  તેના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હોવાથી પોલીસે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

યુવતી ઘરેથી નીકળ્યા બાદ ડુમસ, ઉભરાટમાં આપઘાત કરવામાં નીષ્ફળ રહી હતી. ત્યારબાદ વંદા મારવાની દવા ખાધી હતી. જેમાં પણ વોમિટ થઈ જતા નિષ્ફળ રહેતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલા એપાર્ટમેન્ટના ચોથામાળે ટેરેસ પરથી કૂદી ગઈ હતી. જોકે, તેમાં પણ બચી ગઈ હતી. યુવતી પોલીસ સામે એક જ વાક્ય બોલી રહી છે કે, મારે ઘરે નથી જવું.

ગોડાદરામાં રહેતી યુવતી કરિશ્મા બુધવારે સવારે ઘરેથી નીકળી ત્યારે 7 હજારની રકમ તિજોરીમાંથી કાઢીને સાથે લઇ ગઈ હતી. તે પછી પરવત પાટિયા પાસે કપડાની દુકાનમાંથી રૂપિયા 5180ના કપડા ખરીદી કરી હતી. ત્યારબાદ ઘર નજીક આવેલા બ્યૂટીપાર્લરમાં નવા કપડા પહેરી તૈયાર થવા ગઈ હતી. બ્યૂટીપાર્લરમાં 300 રૂપિયા આપી ત્યાંથી 120 રૂપિયામાં ભાડેથી રિક્ષા કરી ડુમસ ગઈ હતી. ડુમસમાં નાસ્તો અને પાણીની બોટલ ખરીદી હતી. ડુમસમાં આપઘાત કરવાનો યુવતીનો પ્લાન હતો. પરંતુ દરિયામાં પાણી ઓછું હોવાના કારણે પાછી તે 90 રૂપિયા ભાડુ નક્કી કરી રિક્ષામાં મગદલ્લા ચોકડી આવી હતી.

મગદલ્લા ચોકડીથી 1200 રૂપિયામાં ભાડેથી કારમાં બેસી ઉભરાટ ગઈ હતી પણ દરિયા કિનારે પ્રવેશદ્વાર બંધ હતો. જેથી તે ત્યાંથી રિટર્ન મગદલ્લા ચોકડી આવી રિક્ષા કરી અંબિકા નિકેતન ગઈ હતી. જ્યાં તેને મેડિકલ સ્ટોરમાંથી કોકરોચ મારવાનો ચોક ખરીદી ખાઈ લેતા તેને વોમિટ થવા લાગી હતી. જેથી યુવતીને એવું હતું કે, હું મરીશ નહિ એટલે તેણી નજીકમાં ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ટેરેસ પર પહોંચી ગઈ હતી. 7 હજારમાંથી 6980 ખર્ચ કર્યા હતા. માત્ર તેની પાસે 10-10ની બે ચલણી નોટ વધી હતી જે ટેરેસ પર મુકી પિતાને મેસેજ કરી મોબાઇલ તોડી નાખી ટેરેસ પરથી છલાંગ મારી દીધી હતી. ત્યારે યુવતી બારીના સજ્જા સાથે અથડાઈ તેથી તેના શરીરે ઘણા ફેક્રચર થયા છે. ટૂંકમાં બારીને લીધે બચાવ થયો હતો.

ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી કરિશ્માને ભણવા માટે માતા-પિતાનું દબાણ હતું અને પોતે નેટવર્કીંગનો બિઝનેશ કરવા અને પોતાની મરજીથી જીંદગી જીવવા ઇચ્છતી હતી. પરંતુ તે અશક્ય જણાતા તેણે આપઘાત કરવાનો પ્લાનીંગ કરી કોલેજમાં ફોર્મ ભરવા જવાના બહાને ઘરેથી નીકળી હતી અને ગોકુલધામ એપાર્ટમેન્ટના ચોજા માળે ધાબા પરથી છલાંગ લગાવી હતી. જેને પગલે થયેલી ઇજાથી કરિશ્મા 24 કલાક સુધી બેભાન રહી હતી. કરિશ્મા ભાનમાં આવ્યા બાદ પોલીસે સમગ્ર ઘટનાને જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કરિશ્માએ કહ્યું હતું કે, તે પોતાની મરજીથી જીંદગી જીવવા ઇચ્છે છે અને મારે હજી પણ ઘરે જવું નથી.

નેટવર્કીંગ બિઝનેશમાં પોતાનું નસીબ અજમાવવા ઇચ્છતી કરિશ્માએ માતા-પિતાની બંધણીમાંથી બહાર આવવા માટે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. પરંતુ તે આત્મહત્યા કરે તે પહેલા પોતાના શોખ અને ઇચ્છાઓ પુરી કરવા ઇચ્છતી હતી. જેથી ઘરેથી 7 હજાર રૂપિયા લઇ નીકળી હતી તેમાંથી 5180 રૂપિયામાં જીન્સ, ટોપ, શોર્ટસ વગેરે કપડા ખરીદ્યા હતા. નવા ખરીદેલા કપડા લઇ બ્યુટી પાર્લરમાં ગઇ હતી અને ત્યાં પોતાનો પસંદનો મેકઅપ કરાવી 300 રૂપિયા ચુકવ્યા હતા અને નવા ખરીદેલા કપડા પહેરી આત્મહત્યા કરવા નીકળી હતી.

અભ્યાસ માટે માતા-પિતાનું દબાણ હતું પરંતુ પોતાની મરજીથી જીંદગી જીવવા ઇચ્છતી કરિશ્મા મોટીવેશન માટે સોનુ શર્મા નામના મોટીવેશનલ સ્પીકરના વીડિયો હંમેશા જોતી હતી. પોતાની જીંદગીને કઇ રીતે સફળ બનાવવી તે માટેના વીડિયો જોઇ કરિશ્માએ વેસ્ટીસ મલ્ટીલેવલ માર્કેટીંગ નામની કંપનીમાં પણ તે પંદર દિવસ અગાઉ જ જોઈન્ટ થઇ હતી. પરંતુ માતા-પિતા આ બાબતથી ખુશ ન હતા અને કરિશ્માને આ બાબત અંદરો અંદર સતાવી રહી હતી.

કરિશ્માએ જ્યાંથી આત્મહત્યા કરવા છલાંગ લગાવી હતી તે ગોકુલધામ એપાર્ટમેન્ટના ધાબાની દીવાલ પર બેસી ગઇ હતી અને ત્યાર બાદ ત્યાંથી છલાંગ મારી હતી. પરંતુ બીજા માળે બારીના છાપરા સાથે અથડાય હતી અને તેનો કમરનો ભાગ જમીન સાથે અથડાયો હતો. જેથી પીઠના ભાગે અને સાંધાના ભાગે ઇજા થઇ હતી અને કમરના ભાગે ઇજા થવાથી ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું હોવાનું ડોકટરોએ પોલીસને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *