ગુજરાતમાં હવે આ લોકોને લોકડાઉનમાંથી મુક્તિ, ધંધા રોજગાર પણ શરુ કરી શકશે- જલ્દી વાંચો

કોરોનાએ ગુજરાત સહીત ભારતભરમાં હાહાકાર મચાવ્યો છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 874થી વધુ દર્દી નોધાઈ ચૂક્યા છે. કોરોનાને કાબૂમાં લેવા હાલ સમગ્ર દેશમાં લોકડાઉન પાર્ટ-2 ચાલી રહ્યું છે. આ સંદર્ભે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. રાજ્યમાં પણ 3 મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે.

ભારત સરકારે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટો 20 એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે, તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈન્સ મુજબ ગુજરાતમાં આટલા ઉદ્યોગો-બાંધકામમાં 20મીથી આ છૂટછાટો આપવામાં આવશે.

દરેક જિલ્લામાં સ્થિતિ મુજબ 7 સભ્યની કમિટિ ઉદ્યોગ-ધંધા શરૂ કરવા નિર્ણય લેશે

કમિટિમાં કલેક્ટર, GIDC વડા, લેબર ઓફિસર, DHO, DyMC વગેરે સામેલ

ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા શરૂ,જળસંચયના કાર્યને પ્રાથમિકતા અપાશે

શહેરી વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગ, મિકેનિક, ટેકનિશિયન, પ્લમ્બરને મંજૂરી

કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં શ્રમિકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરવાની શરતે મંજૂરી

ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોમાં થર્મલ ગન, માસ્ક, સેનિટાઈઝેશનનો અમલ

દરેક સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ, અલગ આવવા-જવા-લંચનો સમય ફરજિયાત

કેમ્પસમાં જ શ્રમિકોને રાખવાના, બાકીના માટે આવવા-જવાની વ્યવસ્થા કરવી

હોટસ્પોટ એરિયામાંથી કોઈ કર્મી-શ્રમિક કામ પર ન આવે તેનું ધ્યાન રાખવું

ઉલ્લેખનીય છે કે આ છૂટછાટ માત્ર નોર્મલ વિસ્તારોમાં જ રહેશે. ફેક્ટરીમાં આરોગ્યલક્ષી સૂચનોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેમજ મનરેગા હેઠળ ગામમાં કામો શરૂ કરાશે. શહેરી વિસ્તારમાં બાંધકામ પણ શરૂ થશે.પંરતુ સાઈટ પર શ્રમિકને રહેવા-જમવા જેવી સુવિધા પૂરી પાડવી પડશે. મોટર મિકેનિક, પ્લમ્બર સહિતના સ્વરોજગાર ધરાવતા કામકાજને છૂટછાટ અપાશે.

કોણ આપશે મંજુરી?

રાજ્યના દરેક જિલ્લા કક્ષાએ વાણિજ્યિક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરોના અધ્યક્ષસ્થાને 7 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેક્ટરી ઇન્સ્પેકટર, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમો કામગીરી ચાલુ કરવાની  મંજૂરીઓ આપશે.

વાણિજ્યિક ઊદ્યોગો અને એકમો 20 એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે.  આ તકેદારીઓમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ વાણિજ્યિક એકમોએ થર્મલ ગન,ફરજિયાત માસ્કનો ઉપયોગ, સેનિટાઇઝેશન, સોશિયલ ડીસ્ટન્સિગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એક્ઝીટ ટાઇમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. એટલું જ નહિં, કેમ્પસમાં શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. જો તે શક્ય  ન હોય તો કર્મચારીઓ માટે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિગ સાથે સુનિશ્ચિત કરવાની રહેશે.

આમાંની કોઈ પણ વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કે ભંગ થશે તો મંજૂરી પરત લઇ ઊદ્યોગ વાણિજ્યિક એકમો બંધ કરાવી દેવાશે. આવી મંજૂરી આપવા માટે જે તકેદારી રાખવાની છે તેમાં હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇ પણ કર્મચારી, અધિકારી, શ્રમિક કામ પર ન આવે તેની કાળજી સમિતિએ લેવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *