સુરતના પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઇ પાલિકામાં રાજકીય માહોલ ખરાબ થયો છે. થોડા દિવસો અગાઉ રાકેશ ભીકડિયા નામનો ઉમેદવાર દારૂની મહેફિલ માનતો વીડિયો ખુબ વાઇરલ થયો હતો. આ મુદ્દો બનાવી ‘ભીકડિયા જેવા દારૂડિયા-અસામાજિક તત્ત્વોને શિક્ષણ સમિતિમાં મોકલી ભાજપ આપણા બાળકોના ભવિષ્ય સાથે છેડા કરવા માંગે છે?’ તેવો પ્રશ્ન ઉભા કર્યા છે.
વિરોધ કરવામાં આપના કોર્પોરેટરો અને કાર્યકરો હાથમાં બેનરની સાથોસાથ હથોડી અને ખીલી લઇને પહોંચી ગયા હતા. શિક્ષણ સમિતિની ચૂંટણીને લઇ આજે જવાબ મળી. તે પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપની છાવણીના ઉમેદવાર રાકેશ ભીકડિયાનો વિરોધ કર્યો હતો. રાકેશ ભીકડિયા દારૂડિયો અને અસામાજિક તત્વ હોવાનો સીધો આરોપ લગાવ્યો હતો.
આપના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા મેયર હેમાલી બોઘાવાલા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી અને ભાજપ કાર્યાલય આગળ બેનર લઇ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મુખ્ય કચેરીના દરવાજે તથા ભાજપ કાર્યાલય પર બેનર બાંધવામાં આવ્યા હતા. વિરોધ કરવાના ઉત્સાહમાં આપના કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરો મેયર ઓફિસ બહાર બેનર સાથે હાથમાં ખીલી-હથોડી લઇ પહોંચી ગયા હતા. મેયર ઓફિસ બહાર બેનર પર ખીલી મારી રાકેશ ભીકડીયાનો વિરોધ કર્યો હતો. પાલિકાના સિક્યુરિટી કર્મચારીઓ આપના કોર્પોરેટરોની આ હરકતથી મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
આપના કોર્પોરેટરો અને કાર્યકરોએ પાલિકાની મુખ્ય કચેરીમાં મેયર, ડેપ્યૂટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની કાર પર સ્ટીકર ચોંટાડી વિરોધ પ્રદર્શિત કરતા હતા. સુરક્ષા કર્મીઓ દ્વારા કારના બોનેટ ઉપરથી સ્ટીકર કાઢી નાખવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.