ચુંટણી પહેલા જ AAPના ઉમેદવારની ઈમાનદારી પર ઉઠ્યા સવાલ, 300 કરોડની ભ્રષ્ટાચારની આવકની ફરિયાદ દાખલ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના અમદાવાદ(Ahmedabad) શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટ(Aravalli Court)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલોલના રહેવાસી વિરલ ગીરી ગોસ્વામીએ મોડાસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના અમદાવાદ(Ahmedabad) શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટ(Aravalli Court)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલોલના રહેવાસી વિરલ ગીરી ગોસ્વામીએ મોડાસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ શહેર પ્રમુખ જયંતિલાલ મેવાડા(Jayantilal Mevada) સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવતા કહ્યું હતું કે, જયંતિલાલ મેવાડાએ તેમની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને રૂ.300 કરોડની મિલકત ખરીદી હતી.

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 જમીનની ખરીદી કરી છે. જયંતિલાલ મેવાડા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત કર્મચારી છે. જણાવી દઈએ કે, મોડાસા કોર્ટમાં જયંતિલાલ, તેમની પત્ની, પુત્ર અને પુત્રી સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જયંતિલાલ મેવાડા હાલમાં AAP દ્વારા જાહેર કરાયેલ અસારવા વિધાનસભાના ઉમેદવાર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે દાણીલીમડા બેઠક પરથી ઓછી મિલકતો બતાવીને ખોટું સોગંદનામું લીધું હતું.

ત્યારે પોતાના ઉપર રૂપિયા 300 કરોડની અપ્રમાણસરની મિલકતના થયેલા ગંભીર આક્ષેપ અંગે જયંતિલાલ મેવાડાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, રૂપિયા 300 કરોડની મિલકતની વાત મારા ગળા નીચે ઊતરતી નથી. હું લોકસભાની ચુંટણી લડ્યો હતો ત્યારે પણ આવી ફરિયાદ કરવામાં આવતી હતી. તે સમયે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં કોઈ હકીકત જાણવા મળી ન હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ચૂંટણી લડતા રોકવા માટે આવી અરજી કરાવવામાં આવી છે. હું ચૂંટણી ન લડી શકું કે ફોર્મ ન ભરી શકું તે માટે આવું કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે એટલે ભાજપ દ્વારા આવા કાવતરા કરવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે, જેજે મેવાડા પોલીસ વિભાગમાં PSI તરીકે જોડાયા હતા અને પ્રમોશન દ્વારા Dysp પદ સુધી પહોંચ્યા હતા. તેઓએ આ દરમિયાન અપ્રમાણસર મિલકતો ખરીદી હોવાને લઈ તેની તપાસ કરવા અંગેની માંગ કરવામાં આવી છે. વિરલગીરીએ કોર્ટ સામે તપાસની માંગ કરતા કહ્યુ હતુ છે કે, આમ આદમી પાર્ટીના નેતા જયંતિલાલ મેવાડાએ અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં જમીન ખેતીલાયક અને બીન ખેતીલાયક ખરીદી છે. આ સાથે કોમર્શીયલ બાંધકામ અને દુકાનો તેમજ અમદાવાદ શહેરમાં મેવાડા પાર્ટી પ્લોટ અને રહેણાંકની મિલકતોની પણ વસાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *