અમદાવાદ(ગુજરાત): હાલ અમદાવાદ શહેરમાં એકતરફ પાણીજન્ય રોગોના કેસો સતત વધી રહ્યાં છે. ડ્રેનેજલાઇનના કારણે પીવાનું પાણી ગંદું આવે છે. પરંતુ, હવે તો અમદાવાદ શહેરમાં દારૂના ભેળસેળવાળું પાણી મળતું થયું છે. શહેરના સરખેજ ગામમાં દારૂવાળું મિક્સ પાણી આવતું હોવાની ફરિયાદ મળી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ નથી આ શબ્દો કહેવામાં તો સારા જ લાગે પરંતુ હકીકત તો કંઇક અલગ છે. વાસ્તવિકતામાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ધમધમે છે આ અંગે અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં આવેલા નવા વણઝાર ગામના લોકો છેલ્લા 1 મહિનાથી દારૂવાળા પાણીથી પરેશાન હતા. જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં ગામના લોકો જ્યારે પણ નળ ચાલુ કરે ત્યારે દારૂ મિક્સ થયેલું પાણી આવતું હતું.
ત્યારબાદ પોલીસને જાણ થતા આ જગ્યા પર પોલીસ આવી પહોંચી અને દારૂની ભઠ્ઠીનો નાશ કરી દેવામાં આવ્યો હતો. કેવી રીતે નળમાં આવતું હતું દારૂ વાળા પાણી? અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમે છે. પરંતુ, સ્થાનિકો છેલ્લા 1 મહિનાથી પરેશાન થવા લાગ્યા કારણ કે આ અડ્ડા પર પોલીસ હપ્તા લેતી હોય તેવો સ્થાનિકોનો આક્ષેપ હતો.
નાની બાળકીથી લઈને મોટા દરેક એક જ કહેતા હતા કે સાંજે જાણે કે મેળો હોય એમ અહી દારૂ લેવા માટે લોકો આવે છે. જાણવા મળ્યું છે કે, સવારે દારૂની ભઠ્ઠી ચલાવનારા જે નકામો પદાર્થ નીકળે તેને પાણીમાં ભેળવી દે છે. આ અંગે કાઉન્સિલર સાથે વાતચીત કરતા સામે આવ્યું કે, સરખેજ કાઉન્સિલરએ જાતે આ વોર્ડની મુલાકાત લઈને પ્રદૂષિત પાણી અંગે રિપોર્ટ મેળવ્યો હતો. આ રીપોર્ટમાં ડ્રેનેજનું પાણી હોવાનું સામે આવ્યુ હતું. જોકે, સરખેજ કાઉન્સિલર એ વાતથી અજાણ હતા કે અહીં દારૂના અડ્ડા ચાલે છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, આખો દિવસ દારૂની ભઠ્ઠી ચાલતી હોય છે રાતના સમયે લોકો દારૂ લેવા ઉમટી પડે છે ત્યારે અમે અમારી મહિલાઓને બહાર કાઢતા નથી. આ અંગે, સરખેજ પોલીસ પર પણ ઘણા સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સરખેજ પોલીસ બે સમય હપ્તા લેવા આવે છે અને દારૂની ભઠ્ઠી ચાલવા દે છે. જોકે, હાલમાં પાણીમાં દારૂ હોવાની વાત સાથે પોલીસ દ્વારા એ લોકોના ઘરમાંથી પાણીના સેમ્પલ લઇને એફ એસ એલ માં આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.