લોક ડાઉન દરમિયાન રોજ સેંકડો વિસ્તાર અને રસ્તાને સેનેટાઈઝની કામગીરી કરતું તંત્ર હવે હળવું પડી ગયું છે. રોજ સંખ્યાબંધ પોઝિટિવ કેસ હોવા છતાં પણ સેનેટાઈઝરની કામગીરીની ગતિ ધીમી પડી ગઈ છે. આ ઉપરાંત મ્યુનિ. તંત્ર દ્વારા પોઝિટિવ કેસ હોવા છતાં પણ ઘરની બહાર કોરોન્ટાઈનના બોર્ડ નહીં લાગતા હોવાથી સંક્રમણ વધુ ફેલાય તેવો ભય નકારી શકતો નથી. આવા પ્રકારની સંખ્યાબંધ ફરિયાદ હોવા છતાં તંત્ર કેસ અને મોતના આંકડા છુપાવવામાં વ્યસ્ત છે.
સુરતમાં કોરોનાના કેસની શરૂઆત થઈ ત્યારે એક કેસ આવે એટલે આખું તંત્ર સતર્ક થઈ જતું હતું અને જ્યાં કેસ આવ્યો તે સોસાયટી કોરોન્ટાઈન કરીને સેનેટાઈઝરની પ્રક્રિયા કરતી હતી. આ ઉપરાંત લોકડાઉનના સમયમાં રોજ રાત્રે સંખ્યાબંધ વિસ્તાર અને સેંકડો રસ્તાઓ પર સેનેટાઈઝ કરાતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આરોગ્ય સચિવે ધામા નાંખ્યા બાદ અધિકારીઓ કામગીરી કરવાના બદલે સચીવ સાથે મીટીગમાં લાગી પડ્યા હોય એવું લાગી રહ્યું છે.
જેના કારણે કેસ આવ્યા હોય તે વિસ્તારમાં સેનેટાઈઝરની કામગીરી તદ્દન ધીમી પડી ગઈ છે. જે વ્યક્તિ પોઝિટિવ આવ્યા હોય તેમના ઘરની બહાર કોરોન્ટાઈનના સ્ટીકર પણ લાગતા ન હોવાથી સંખ્યાબંધ ફરિયાદો છે. રાંદેર ઝોનમાં ઉત્સવ સોસાયટીમાં કોરોનાના અત્યાર સુધીમાં ત્રણ કેસ થયા છે, પહેલો કેસ આવ્યો ત્યારે સ્થાનિકોએ મ્યુનિ. તંત્રને ફરિયાદ કરતા કોરેન્ટાઇનનું બોર્ડ લગાવ્યું હતું.
પરંતુ ત્યાર બાદ બીજા બે કેસ આવ્યા તે કિસ્સામાં હજી કોઈ કામગીરી કરી નથી. સોસાયટીના રહીશો કહે છે, અમારી સોસાયટીને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ થતી ન હતી. તંત્રએ પોઝિટિવ લોકોના ઘર બહાર કોરોન્ટાઈનના બોર્ડ નહીં લગાવતા સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી સંખ્યાબંધ દર્દીઓ હોમ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે આવા સંજોગોમાં તંત્ર દ્વારા પોઝિટિવ લોકોના ઘરની બહાર કોરોન્ટાઈનના સ્ટીકર નહીં લગાવ્યા હોવાથી લોકાના આરોગ્ય સામે ખતરો ઉભો થઈ રહ્યો છે. આ ઉપરાંત હાલ સેનેટાઈઝ કરવાની કામગીરી પણ ધીમી થઈ ગઈ હોવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતા વધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news