મહેસાણાના મામલતદાર કચેરીના અધિકારીનું કોરોના રસી લીધા બાદ મોત- પિતાએ જે કહ્યું એ જાણી…

હાલમાં આપને જાણીએ જ છીએ કે, કોરોનાકાળને લીધે સૌ હેરાન થઇ રહ્યા છે. કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી હવે કોરોનાની રસીની પણ શોધ થઇ ચુકી છે. પરંતુ, આ રસીથી અમુકને સારું થઇ જાય છે તો કોઈકને આડઅસર પણ થાય છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં કોરોનાની રસી લીધા બાદ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગના હંગામી કોમ્પ્યુટર ઓપરેટરે કોરોનાની રસી લીધાના બે દિવસ બાદ તેની તબિયત બગડી હતી અને સારવાર દરમિયાન મોત થયું હોવાનો મૃતકના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મહેસાણા સિવિલમાં મૃતકનું પીએમ કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું કે, તેણે એક સપ્તાહ પહેલાં રસી લીધી હતી અને રસીને કારણે નહીં પરંતુ હ્રદયના હુમલામાં મોત થયું છે. આ બાબતે તેમના પરિવારે મને કોઇ ફરિયાદ કરી નથી.

માલોસણ ગામના દશરથભાઇ દરજીએ કરેલા આક્ષેપ મુજબ, તેમના પુત્ર મિલનભાઇ દશરથભાઇ દરજીએ ગઈ 6 ફેબ્રુઆરીએ કોરોનાની રસી લીધી હતી અને બે દિવસ બાદ તેને તાવ અને ઉલ્ટીની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેને છાતી અને બરડામાં પણ દુ:ખાવાની ફરિયાદ થતાં વિજાપુરના સ્થાનિક ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. પરંતુ તેમણે હ્રદયના સ્પેશિયાલિસ્ટને બતાવવા આપેલી સલાહને પગલે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં શુક્રવારે રાત્રે 12 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. દશરથભાઇએ જણાવ્યું કે, રસી લીધા પહેલા તેને કોઇ તકલીફ નોહતી કે કોઇ બીમારી ન હતી. રસીને કારણે જ તેના પુત્રનું મૃત્યુ નીપજ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *