ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. હાલમાં વળી સમગ્ર રાજ્યમાં કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. જેના કારણે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેના કારણે અમુક લોકો આમ સારી રીતે અભ્યાસ કરી શકતા નથી.
આજ રોજ આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓનલાઈન અભ્યાસથી કંટાળીને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. સચિન જીઆઈડીસી ગોકુલધામ રેસીડેન્સી ખાતે રહેતા અજીતસિંગ ડાઈંગ મિલમાં નોકરી કરે છે. તેમનો પુત્ર અમનસિંગ(14) ધોરણ 10માં હતો અને હાલ ઘરે ઓનલાઈન અભ્યાસ કરતો હતો. સોમવારે અજીતસિંગ નોકરી પર ગયા હતા અને તેમની પત્ની ટ્યુશન ક્લાસમાં હતાં ત્યારે ઘરે એકલા હાજર અમનસિંગે બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા રાત્રે જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. કોરોનાના કારણે ઓનલાઈન અભ્યાસ પર હાલ આધાર રાખવામાં આવી રહ્યો છે. નજીકના સમયમાં હવે પરીક્ષાઓ આવશે તેથી અભ્યાસના ટેન્શનમાં અમનસિંગે પગલું ભરી લીધું હોવાની સચિન પોલીસે સંભાવના વ્યકત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle