કોંગ્રેસ vs કોંગ્રેસ, સંજય પટવા નકલી નિમણુંક પત્રથી બની ગયા પ્રમુખ- પોલીસમાં થઇ ફરિયાદ

સુરતમાં ભાજપ કોંગ્રેસનો જંગને બદલે હવે કોંગેસ vs કોંગ્રેસનો જંગ જામ્યો છે. સુરતમાં સંજય પટવા નામના નેતાએ ગેરકાયદે નિમણુક પત્ર લાવીને પહેલાથી પ્રદેશ પ્રમુખ રહેલા નૈષધ દેસાઈ નામના કોંગી નેતાનું પત્તું કાપીને મીડિયામાં પ્રસિદ્ધિ કરતા હવે કોંગી નેતાએ આ બાબતે લેખિતમાં સુરતના ઉમર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મામલો ગરમાયો છે.

આ ફરિયાદની હકીકત એવી છે કે, ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે ઈંટુક ના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા માર્ચ 2019 માં ફરિયાદી નૈષધ દેસાઈને ગુજરાતના પ્રમુખ તરીકે યાદીમાં સ્થાન આપ્યું હતું. પરંતુ સંજય પટવા દ્વારા પોતાની જાતને આ યુનિયનના પ્રમુખ તરીકે જાહેર કરતો એક અપોઈન્ટમેન્ટ લેટર 1 june 2020 ના રોજ દૈનિક અખબારોમાં આપીને જાહેરાત કરાવેલ કે પોતે સ્વામીનાથ જયસ્વાલ નામના વ્યક્તિ દ્વારા ગુજરાતના ઇન્ટુકના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક પામેલ છે અને આ યુનિયનના રાષ્ટ્રીય પ્રમુખ સ્વામીનાથ જયસ્વાલ છે.

આ લેટર બાદ સંજય પટવા પોતાને ઇન્ટુકના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરે છે અને સમાજમાં પોતાની ઓળખ પણ આવી રીતે આપે છે. પરંતુ હકીકત એવી છે કે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસમાં નિમણૂક આપવાની કોઈ પ્રથા છે નહીં. ખરેખર દરેક હોદ્દેદારો એક ચૂંટણી દ્વારા નિમણૂક પામતા હોય છે. આમ સંજય પટવા એ કોઈ નિમણૂક કરાયેલા પ્રદેશ પ્રમુખ છે, તેવું જણાવે છે. જ્યારે પ્રદેશ પ્રમુખ બનવા માટે ચૂંટણી જીતીને બની શકાતું હોય છે.

વધુ રસપ્રદ વાત એ છે કે, આ યુનિયનના પ્રમુખ બનવા માટે આ યુનિયનમાં જોડાયેલા હોવું જરૂરી છે. જ્યારે સંજય પટવા આવા કોઈ યુનિયનમાં સંમિલિત નથી આમ નિમણૂક આપતા પત્ર માં સહી કરનાર અને નિમણુંક મેળવનાર આરોપી તરીકે સંજય પટવા અને સ્વામીનાથ વિરુદ્ધ ઇન્ડિયન પેનલ કોડ ની કલમ ૪૧૬, ૪૬૫, ૪૬૮, ૪૭૦, ૪૭૧, ૧૧૪, ૧૨૦ બી હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી કરેલ છે.

મહીસાગર દેસાઈ માર્ચ 2019 થી ઈન્ટુકના પ્રમુખ તરીકે ચાલી આવે છે અને આ યુનિયન નવી દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલયથી સંચાલિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *