ગુજરાતમાં કોંગ્રેસની હારના પડઘા પડ્યા: અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું

ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે.

અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છે. મહાનગરપાલિકા બાદ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ (gujarat congress) ને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસમાં ભારે અરાજકતા ફેલાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local election) માં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.

આ ચુંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી છે. આજના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા રાજીનામુ આપશે. અમિત ચાવડા આજની હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામુ આપશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા (amit chavda) એ રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. સાંજે 5 વાગે અમિત ચાવડા આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યના પુત્રને પણ હારનો સામનો કરવો પડ્યો
ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની વિજયનગર તાલુકા પંચાયતમાંથી હાર થઇ છે. સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પૂનમભાઈ પરમારના પુત્રની તારાપુર તાલુકા પંચાયતની મોરજ બેઠક પરથી હાર થઇ છે. ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમનો દ્વારકા જિલ્લા પંચાયતની 19 સોજિત્રા બેઠક પર પરાજય થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *