હાલમાં સુરતમાં બીઆરટીએસ સીટી બસ તેમજ એસટી બસો અકસ્માતને લઈને ભારે ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં જ સુરત ની સીટી બસમાં ટિકિટ ન આપી તેના પૈસા બુચ મારી જવાનું કૌભાંડ વરાછાના કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયા એ ઝડપી પાડયું છે. તે બસમાં તેઓ પોતેજ મુસાફરી કરી રહ્યા હતા.દિનેશભાઈ પાસેથી બસ કંડક્ટર એ દસ રૂપિયાની નોટ માંથી ચાર રૂપિયા લઇ અને છ રૂપિયા તેમને પાછા આપ્યા હતા ત્યારબાદ સ્ટેશન ઉપર બસ ઉભી રહેતા સમગ્ર ઘટનાની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા જેની જાણ સુરત કમિશનરને તેઓએ કરી હતી અને તેઓએ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટના બાબતે કોર્પોરેટર દિનેશભાઈ જણાવે છે કે,આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી સીટી બસ નંબર GJ- 05 -BZ -0790 જેનો રૂટ છે સ્ટેશન થી સાયણ એ બસમાં હું પોતે મારી ઓફિસ પાસેથી પસાર થતા ભવાની સર્કલ પાસે મારી પોતાની ગાડી પાર્ક કરી તે બસમાં બેસી ગયો. જોયુ તો એ બસમાં કોઈ ને પણ ટિકિટ આપવામાં આવી નહી મેં પોતે ૧૦ ની નોટ આપી મને ૬ રૂપિયા રિટર્ન આપવામાં આવ્યા અને ટિકિટ આપી નહિ. આવા તો ૫૦ થી ૬૦ પેસેન્જર અંદર બેઠા હતા તેમની પણ એક પણ પાસે ટિકિટ હતી નય બસ સ્ટેશન પર પહોંચી મેં બસ ને સાઇટ પર કરાવી દીધી અને તરત જ બસના કંડકટરને કીધું કેમ કોઈને ટિકીટ આપી નથી એણે મને એવુ કીધું મશીન ચાલતું નથી એટલે મેં કોઈ ની ટિકિટ ફાડી નથી તરત જ ફોન કર્યો કે બી નાયક સાહેબને આ તમામ વિગતોની જાણકારી આપી અને તરત કમિશનર શ્રી બંછાનિધી પાની સાહેબને આની જાણકારી આપી કારણે કે મેયર શ્રી હવે પુરાવા માંગે છે હવે આનાથી મોટો પુરાવો શું જોઈએ તાત્કાલિક એક્શન લેવામાં આવી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને sitilink ઉપર કાર્યવાહી કરવાની વાત કરી.
આવુ તો સુરત શહેરમાં ઘણી બસો માં ચાલી રહ્યું છે આગામી દિવસોમાં ઘણી વસ્તુઓમાં મારા દ્વારા ચેકિંગ કરવામાં આવશે. નવાઈની વાત તો એ લાગી એ આટલું મોટું પકડા પછી પણ આ લોકોમાં કોઈ અસર થઈ નહીં હું જ્યારે સ્ટેશન થી પાછો ભવાની સર્કલ મારી ગાડી પાર્ક કરી હતી ત્યાં બસમાં બેઠો માટે બસ નંબર GJ-05 BZ 0625 આ બસમાં બેઠો પાછા ટિકિટના પૈસા મેં આપ્યા તો મારી પાસે પાંચ રૂપિયા લીધા ટિકિટ આપી નહિ. તમે વિચારો કે હજી એક બસ પકડી તેા પણ પાછી હિંમત કરી. મને એવું લાગે છે કોઈપણ જગ્યાએ ટિકિટ ફાળવવામાં આવતી નથી. માત્ર પૈસા ઉઘરાવી લેવા માં આવે છે, તેનો જીવતો જાગતો પુરાવો છે બસમાં મારી સાથે બેઠેલા 40થી 50 જણા ની ટિકિટ પણ એને ફાડી નહી, તરત જ પાછો કે બી નાયક સાહેબને જાણ કરી અને તે પછી કમિશનરશ્રી બંછાનિધી પાણી સાહેબને પણ આની જાણકારી આપી તરત જ એમણે એક્શન લીધી આવું તો કેટલી જગ્યાએ ચાલતુ હશે ખબર નથી. આગામી દિવસોમાં ઘણી જગ્યાએ તપાસકરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.