કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ જીતવા લાવ્યું હેલ્લો ગુજરાત કેમ્પેઈન- પેટાચૂંટણીમાં ફેઈલ થયેલા હાર્દિક પટેલનું પત્તું કપાયું?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો અને રાજકીય રસ ધરાવતા લોકોને ક્યારે આચાર સંહિતા લાગુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી પહેલા ગુજરાત આવી શકે છે અને મહત્વની જાહેરાત કરી શકે છે, આ બાદ એકાદ અઠવાડિયામાં જ ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી શકે છે.

ભાજપ સહીત હવે કોંગ્રેસે પણ પોતાનું ચૂંટણી સાહિત્ય જાહેર કરી દીધું છે અને પોતાનું આ વખતનું કેમ્પેઈન લોન્ચ કર્યું છે. પ્રભારી રાજીવ સતાવની હાજરીમાં આજે મનોમંથન બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ કોંગ્રેસે  હેલ્લો મહાનગર કેમ્પેઇનની જાહેરાત કરી હતી. અને એક હેલ્પલાઈન નંબર 9099902255 પણ જાહેર કર્યો છે.

આ બાબતે વિપક્ષ નેતાએ ત્રિશુલ ન્યુઝ સાથની ખાસ વાતચિતતમાં જણાવ્યું કે, સામાન્ય માણસની સમસ્યા તથા અપેક્ષાને સરળતાથી કોંગ્રેસ સુધી સીધું જ પહોંચાડવાનુ માધ્યમ એટલે ‘હેલ્લો’. ગુજરાતીઓ આ નંબર પર મેસેજ કોલ કરીને પોતાના વિચારો એન સમસ્યાને જણાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ પંચાયતો– પાલિકાની ચૂંટણીમાં ય કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક ન રહે તે પ્રદેશ નેતાગીરી માટે પણ એક પડકારરૂપ છે. જોકે,મ્યુનિ.કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીમાં ટિકિટ મેળવવા દાવેદારોએ અત્યારથી ગોડફાધર-પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના આંટાફેરા શરૂ કર્યાં છે.

આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગેરહાજરી આંખે વળગે એવી રહી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસની બેઠકોમાં હાર્દિક પટેલની ગેરહાજરી વર્તાઈ રહી છે, સોશિયલ મીડિયામાં એક્ટીવ રહેતા હાર્દિકની નિષ્ક્રિયતાની પણ નોંધ લેવાઈ રહી છે. ભરતસિંહ સોલંકીના કમબેક બાદ અને અહેમદ પટેલની ગેરહાજરીમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઇ રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ વખતે અસંતોષ વચ્ચે યોજાય રહેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને જનતાનો સાથ મળે છે કે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *