ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના વિકલ્પના માધ્યમથી ગુજરાતમાં એક નવો બદલાવ આવે ઈમાનદાર સરકાર બને તે માટે આમ આદમી પાર્ટી તમામ કોશિષ કરી રહી છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીએ ચૂંટણીની તારીખ પહેલા પોતાના ઉમેદવારના નામની યાદી જાહેર કરી હોય તેવું બન્યું છે. ગઈ કાલે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રીના ચહેરા તરીકે AAPના નેશનલ જનરલ જોઇન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)નું નામ પણ જાહેર કરી દીધું.
આમ આદમી પાર્ટીએ જનતાને પોતાના મુખ્યમંત્રી પસંદ કરવાની તક આપી હતી અને વ્હોટ્સઅપ, મેસેજ અને મેઇલ દ્વારા પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું હતું. જેમાં 73% જનતાએ પોતાના મુખ્યમંત્રી તરીકે ઇસુદાન ગઢવીને પસંદ કર્યા હતા. ગઇકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. નામ જાહેર થયા બાદ AAPના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે તેની ઉજવણી કરી હતી.
આ મિશનમાં વધુ એક નામ જોડવા જઇ રહ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા ગોવિંદ પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા છેે. ગોવિંદ ફતેપુરા વિધાનસભામાં કોંગ્રેસ નેતા તરીકે કાર્યરત હતા. આજે ગોવિંદ પરમાર તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાર્ટી જે મુદ્દાની રાજનીતિ કરતી આવી છે એ વિચારધારાને સમર્પિત થઈ આજે ગોવિંદભાઈ પોતાના કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલજીની 300 યુનિટ ફ્રી વીજળી, સારામાં સારું શિક્ષણ, મફત સારવાર, ભ્રષ્ટાચાર નાબૂદની ગેરંટીઓ ગુજરાતના લોકોને ખૂબ પસંદ આવી છે. જેવી રીતે દિલ્હીમાં કામ થયું, જેવી રીતે પંજાબમાં કામ થયું ગુજરાતની જનતા પણ ઈચ્છે છે કે ગુજરાતમાં પણ સારું કામ થવું જોઈએ. જ્યારે કશું સારું થવા જતું જઈ રહ્યું હોય ત્યારે બધા લોકો તેની સાથે જોડાતા હોય છે. એ રીતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી એક જન આંદોલન તરીકે આગળ વધી રહી છે. ગુજરાતની અંદર ઈમાનદાર સરકાર બનાવવાનું જે મિશન છે તેમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે આગળ વધી રહી છે. હજારો લાખો લોકો આ મિશનમાં જોડાઈને આદમી પાર્ટીને આગળ વધારી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.