દિવસેને દિવસે વધી રહી છે બાળક ચોરીની ઘટના… માતાના ખોળામાં દૂધ પી રહેલા બાળકને છીનવીને ભાગી ગયો બદમાશ

છેલ્લા ઘણા સમયથી બાળક ચોરીની અનેક ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટના પ્રકાસમાં આવી છે. એક બદમાશે માતાના ખોળામાં દૂધ પી…

છેલ્લા ઘણા સમયથી બાળક ચોરીની અનેક ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટના પ્રકાસમાં આવી છે. એક બદમાશે માતાના ખોળામાં દૂધ પી રહેલા બાળક ને છીનવીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસ બદમાશની શોધ કરી રહી છે.

આ ઘટના શુક્રવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. પીડિતા હિના મિશન કમ્પાઉન્ડ કેમ્પ કોલોનીમાં બેઠી હતી. 7 મહિનાનો પુત્ર તેમના ખોળામાં હતો. તે તેને દૂધ પીવડાવી રહી હતી. ત્યારબાદ ચાલતા આવતા એક બદમાશે આ મહિલાને વાતોમાં ફસાવી હતી. અને તેને 10 રૂપિયા આપ્યા. ત્યારબાદ બદમાશે મહિલાને પૂછ્યું ‘ખોળામાં શું છે?’ તો મહિલાએ કહ્યું- ‘આ મારું બાળક છે.’ અને તે તેના બાળકને બતાવે છે. મહિલાએ બાળક પાસેથી કપડું ઉપાડતાં જ બદમાશે બાળકને આંચકી ત્યાંથી ભાગી ગયો.

 

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સીસીટીવી પોલીસ માટે મોટી કડી છે
ગભરાઈને હિના આરોપીની પાછળ દોડી, પરંતુ તેને પકડી શકતી નથી. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને શોધી રહી છે. એસપી સિટી અભિમન્યુ માંગલિકે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાંથી આરોપીઓની તસવીરો લેવામાં આવી છે, જેને આસપાસના જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. તેનો ચહેરો સ્પષ્ટ નથી, પરંતુ શંકાસ્પદ શકમંદોની પૂછપરછ કરવામાં આવશે.

આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ નોંધાઈ…
4 ઑક્ટોબર, 2022: એક યુવક આવી જ રીતે એક બાળકને ઊંચકી ને લઇ ગયો હતો. તેમાં જ પરિવારજનો જાગી જતા યુવકને પકડીને કોતવાલી સદર બજાર પોલીસને હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટના જીમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
10 સપ્ટેમ્બર, 2022: બાળક ચોરીની ઘટનાઓ બાદ લોકો સતર્ક થઇ ગયા હતા. ત્યારે પરૌલી ગામમાં એક મહિલા અને એક પુરુષને બાળ ચોર સમજીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. પોલીસે આ બંનેનો જીવ બચાવ્યો હતો, અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પૂછપરછ બાદ પોલીસે તેને છોડી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *