NX મીડિયા અંગે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમને આજે પણ સર્વોચ્ચ અદાલત માંથી કોઈપણ પ્રકારની ઉમ્મીદ મળી નથી. કોર્ટે ઈડી અને સીબીઆઈની કસ્ટડી મામલે સોમવારે સુનાવણી કરવાનું યોગ્ય ઠેરવ્યુ છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન પી.ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી મોડા પહોંચ્યા હતા.
સર્વોચ્ચ અદાલતમાં કપિલ સિબ્બલે દલીલ કરતા કહ્યું હતુ કે, પી.ચિદમ્બરમની જામીન અરજી 19 મહિના સુધી લટકાવી રાખવામાં આવી. અને ત્યાર પછી આગોતરા જામીનની અરજીને ફગાવી દેવામાં આવી. જ્યારે કોર્ટમાં સોલિસિટર જનરલે કોર્ટમાં જણાવ્યુ કે, આરોપી કસ્ટડીમાં છે જેથી તેને આગોતરા જામીન આપવાનો કોઈ સવાલ ઉભો થતો નથી.
સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાનુમતીએ કહ્યું હતુ કે, કસ્ટડીનો ઓર્ડર કોર્ટ પાસે આવી ચૂક્યો છે. જેથી આ મામલે સોમવાર સુધી સુનાવણી ટાળી દેવામાં આવી. આ ઉપરાતં ઈડીએ પણ ચિંદમ્બરમની જામીન અરજીનો વિરોધ કર્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતુ કે, ઈડી માત્ર મની ટ્રેલ મામલે તપાસ કરી રહી છે.