કોરોનાવાયરસ નો પ્રકોપ દેશમાં પૂરો થવાનું નામ નથી લઇ રહ્યો.દેશના જુદા જુદા ભાગોમાં સતત આ વાયરસના કે સામે આવી રહ્યા છે.કોરોના ની આ મહામારી વચ્ચે રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુર એ cm અશોક ગેહલોતને એક પત્ર લખ્યો છે જે ચર્ચાનો વિષય બનેલો છે. આ પત્રમાં ધારાસભ્ય કુંદનપુર રાજ્યમાં દારૂની દુકાન ખોલવાનો આગ્રહ મુખ્યમંત્રી સામે કરી રહ્યા છે. આના પાછળ ધારાસભ્યની દલીલો રોચક છે.તેમણે પોતાના પત્રમાં લખ્યું કે જ્યારે કોરોનાવાયરસ ને આલ્કોહોલથી પૂરો કરી શકાય છે તો આલ્કોહોલ પીવાથી નિશ્ચિત રૂપથી આ વાયરસને હટાવી શકાય છે.
30 એપ્રિલની તારીખ વાળા આ લેટરમાં કુંદનપુરએ દારૂની દુકાન ખોલવા પર રાજસ્વ(ટેક્ષ) મળવાનો તર્ક પણ આપ્યું છે. તેમણે લખ્યું છે કે કોરોના lockdown ને કારણે દારૂની દુકાન બંધ છે. દારુ બદનામ છે તેથી કેન્દ્ર સરકાર તેના વેચાણની છુટ ક્યારેય નહીં આપે. દારૂ ને લઈને ગેરરીતિઓ સામે આવી રહી છે.
Bharat Singh Kundanpur, Congress MLA from Sangod has written to Rajasthan CM Ashok Gehlot for opening liquor shops in the state. The letter reads, “When #coronavirus can be removed by washing hands with alcohol, then drinking alcohol will surely remove virus from the throat”. pic.twitter.com/ToVPomDI1Z
— ANI (@ANI) May 1, 2020
પોતાના પત્રમાં તેમણે આગળ કહ્યું કે રાજસ્થાન સરકારે વર્ષ 2020માં દારૂ થી 12,000 કરોડ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે જે lockdown ને લીધે પૂર્ણ થતું દેખાઈ રહ્યું નથી.સરકારે તે જ કારણે એક્સાઇઝ ડ્યુટી વધારી છે, એવામાં સારું હોત કે સરકાર દારૂની દુકાન ખોલવા દે. તેનાથી દારૂ પીનાર લોકો ને દારૂ મળશે અને સરકારને ટેક્સ મળશે.તેમણે લખ્યું કે જ્યારે કોરોનાવાયરસને આલ્કોહોલથી પૂર્ણ કરી શકાય છે તો આલ્કોહોલ પીવાથી નિશ્ચિત રૂપથી ગળામાંથી આ વાઇરસને હટાવી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news