ગુજરાત(gujarat): વિધાનસભાની ચુંટણી(Assembly elections)ને લઈને ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ(Khodaldham Chairman Naresh Patel)ના કોંગ્રેસ(Congress)માં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ આપના મુખ્યમંત્રીઓની ગુજરાતની વારંવારની મુલાકાત તેમજ વડાપ્રધાન મોદી(Prime Minister Modi)ની અવાર નવાર મુલાકાત પણ રાજકારણમાં ગરમાવો લાવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે.
હાલ ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. ત્યારે હાર્દિક પટેલ પણ કોંગ્રેસનો પંજો છોડીને કોઈ પણ સમયે ભાજપનું કમળ હાથમાં લઇ શકે છે તેવા સંકેતો પણ સોશિયલ મીડિયામાં તેમના ફોટો બદલાતા હોવાના કારણે શંકા મજબુત બનતી જાય છે પેહલા પોતાના વોટ્સેપ ડીપીમાંથી પંજા વાળો ફોટો દુર કરી કેસરિયા ખેસ પેહરેલો ફોટો મુકતાજ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે.
હાલમાં ફરીવાર ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હાલ કોંગ્રેસની નેતાગીરીને લઈને ભારોભાર નારાઝ ચાલી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા બધા દિવસોથી તે કોંગ્રેસ છોડીને ભાજપા જોડાઈ તેવા એક પછી એક અનેક સંકેતો આપી રહ્યા છે. ત્યારે ગઈ કાલે હાર્દિક પટેલ એક કાર્યક્રમમાં ભાજપના નેતાઓ ખુશખુશાલ દેખાતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે અને હાલ ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ગરમાટો પેદા થઇ ગયો છે.
ભાપપના નેતાઓ સાથેના કાર્યક્રમાં હાજર રહેલા હાર્દિક પટેલના સ્ફોટક નિવેદનને કારણે હાલ સૌં કોઈ ચર્ચા કરી રહ્યા છે. હાર્દિકે કોંગ્રેસ પ્રત્યેની નારાજગીના મુદ્દે કહ્યું હતું કે, જો પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો પણ હું આગળ વધીશ અને હું કોઈ રાજકારણી કરતા પેહલા એક ગુજરાતી છું. ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે હકુભા દ્વારા આયોજિત એક ડાયરામાં હાર્દિક પટેલ ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે એકજ મંચ પર જોવા મળ્યો હતો.
જામનગરમાં આયોજિત આ ડાયરામાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ રમેશ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, સાંસદ રમેશ ધડુક અને NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજા એક મંચ પર જોવા મળ્યા હતા. તેમજ નેતાઓએ આ ડાયરામાં કીર્તીદન સહિતના કલાકારો પર પૈસા પણ ઉડાડ્યા હતા. જ્યાં હાર્દિક પટેલ પણ ઉપસ્થિત હતો.
જામનગરમાં હકુભા દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ કથા નહિ પરંતુ એક રાજકીય પ્લેટફોર્મ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણકે કથા શરૂ થયા બાદ ઘણા બધા રાજકીય હસ્તીઓ અહી મુલાકાતે આવી ચુકી છે તો બીજી તરફ રાજકારણમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહેલા ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ સી આર પાટીલ સાથે એક મંચ પર બેઠેલા હતા, તો બીજી તરફ હાર્દિક પટેલની મુલાકાત થતાજ તર્ક વિતર્ક વેહતા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.