કોંગ્રેસે 50 વર્ષ રાજ કર્યું તેમ છતાં આ કામ ન કરી શકી, હવે ભાજપ પૂરું આ કામ પૂરું કરશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે. સૌની યોજના હેઠળ હવે કચ્છમાં નર્મદાનું પાણી મળતું રહેશે જેને લઈને આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કચ્છના ખેડૂતો અને માલદારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અભિવાદન કર્યું હતું. આ અભિવાદન વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે કચ્છની ધરતી પર માં નર્મદાનું નીર પહોચાડવામાં આવશે અને સૌની યોજના હેઠળ કચ્છને લીલુછમ બનાવવામાં આવશે.
આ કાર્યક્રમ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવતા કહ્યું છે કે, કચ્છમાં હવે પાણીની સમસ્યા સર્જાશે નહિ. સમગ્ર કચ્છમાં પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે અને સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવતા કહ્યું છે કે અમે લોકોએ કચ્છને લીલુછમ બનાવવાનો સંકલ્પ કર્યો છે. કચ્છમાં નર્મદાનું પાણી મળી રહે તે માટે ૩૫૦૦ કરોડની યોજનાને સૈદ્ધાંતિક રીતે મંજુરી આપી દેવામાં આવી છે.
નોંધનીય છે કે હવે ૨૦૨૨ માં વિધાન સભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે હવે ૨૦૨૨ ની શરૂઆતમાં કચ્છને દરરોજ ૧૦ કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવશે તેવો સંકલ્પ મુખ્યમંત્રીએ કર્યો છે. સાથે સાથે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ૫૦ વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું તેમ છતાં પર આ કામ ન કર્યું તે હવે ભાજપ કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવતા કહ્યું છે કે, બહેનોને જયારે બે બેડા પાણી માટે ભટકવું પડતું હતું ત્યારે વડાપ્રધાન મોદીએ નર્મદા માટે ઉપવાસ પણ કર્યા હતા અને આ નર્મદા યોજનાને પૂર્ણ કરવા માટે અમે નિમિત બન્યા છીએ. આ અંગે કોંગ્રેસ જવાબ આપે કે વર્ષો સુધી નર્મદાનું કામ કેમ પૂર્ણ થયું નહિ હોય. જેને લઈને કોંગ્રેસ પણ આકરા પ્રહારો કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.