લ્યો બોલો! ગુજરાતમાં આ જગ્યાએ ગરીબના નામે આચરાયું અનાજ કૌભાંડ, 11 ઈસમોની ધરપકડ

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અનાજના કૌભાંડમાં અગાઉ પકડાયેલા અનાજખોરોની તપાસમાં વધુ 5 આરોપીઓનાં નામ સામે આવતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મહેસાણાની સસ્તા અનાજની દુકાનના 3 સંચાલકો અને સિદ્ધપુર શહેરનો એક વચેટિયો પણ છે. ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીઓના રિમાન્ડ મેળવી અનાજ કૌભાંડના આરોપીઓની પૂછપરછ શરુ કરી છે.

બીજી તરફ, અનાજ કૌભાંડમાં મહેસાણા શહેરના 3 સંચાલકોની ધરપકડ થતાં જિલ્લા પુરવઠા વિભાગમાં પણ હોબાળો મચી ગયો છે. નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે અનાજ કૌભાંડમાં ધરપકડ કરેલાં 13 આરોપી પૈકી 11 આરોપીઓ ઉત્તર ગુજરાતના હોવાનો સામે આવ્યું હતું.

સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી જે ગ્રાહકોએ અનાજ ખરીદ્યું ન હોય તેમના ખોટા બિલો બનાવવા રેશનિંગની દુકાનોના સંચાલકો પાસેથી માહિતી મેળવી આવા ગ્રાહકોના અનાજનું બારોબારિયું કરવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ પહેલા પર્દાફાશ કરી 8 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા મહેસાણાના 3, સિદ્ધપુર અને અમદાવાદના એક-એક મળી વધુ 5 વ્યક્તિઓના નામ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવી હતી.

જેમની પૂછપરછમાં સિદ્ધપુરના વ્યક્તિની ભૂમિકા વચેટિયા તરીકે, જ્યારે મહેસાણાના 3 સંચાલકોએ અનાજ ખરીદ કરેલ ન હોય તેવા ગ્રાહકોના ખોટા બિલો બનાવી સરકાર તેમજ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમદાવાદના નરોડાના વ્યક્તિને બનાસકાંઠાના હિતેષ ચૌધરીને સેવ ડેટા નામની એપ્લીકેશન બનાવી આપી હોવાથી તેની પણ ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

ધરપકડ કરેલ આરોપીઓ પૈકી દિલીપસિંહ ધનાજી સોલંકી, સાહિલખાન ઈબ્રાહિમખાન પઠાણ, કનૈયાલાલ નગીનલાલ જયસ્વાલ, કમલેશ જીતેન્દ્રભાઈ મોદી, હિતેષ નવનીતભાઇ ઘોડાસરા જે ઉત્તર ગુજરાતના છે. અનાજ કૌભાંડમાં અત્યાર સુધીમાં બનાસકાંઠાના 7, પાટણના 1 અને મહેસાણાના 3 મળી ઉત્તર ગુજરાતના કુલ 11 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ફેલાયેલું હોવાથી આગામી દિવસોમાં વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને વચેટિયાઓની ધરપકડ થાય તેવી સંભાવના છે.

ગેમસ્કેન અને સેવડેટા નામની એપ્લીકેશનમાં તમામ ગ્રાહકોના નામ, આધારકાર્ડ નંબર, રાશનકાર્ડ નંબર, સરનામુ, આગળની છાપોનો ડેટાસેવ કરી જે રેશનકાર્ડ ધારકોએ અનાજ ખરીદેલું ન હોય તેમના કાર્ડનંબર અને આધારકાર્ડ નંબરની માહિતી મેળવી તેમજ દુકાનના યુઝર આઈડી, પાસવર્ડ, દુકાનના કાર્ડ મેળવી ઓનલાઈન ખોટા બિલો બનાવવા માટે મોકલી આપવામાં આવતા હતા. દાંતા તાલુકાના 10 ગામોમાં 3500 પરિવારોનાં નિવેદન લેવાયાં, જેમાં કેટલાક પરિવારો ખેતમજૂર હોવાથી બહાર રહે છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા 12 મોબાઈલ અને 4 લેપટોપની તપાસ કરતાં તેમાંથી ગેમસ્કેન અને સેવડેટા નામની એપ્લીકેશન મળી આવી હતી. ગેમસ્કેન એપમાંથી 35,692 એન્ટ્રી થઈ હતી. જેની તપાસમાં 3 ફિંગરપ્રિન્ટ ડીવાઈસના સિરિયલ નંબરના આધારે ડીસી કોડ, યુઝર આઈડી અને પાસવર્ડ પણ મળ્યા હતા. આ એપમાં 53 સસ્તા અનાજની દુકાનધારકોના નામ સરનામાં મળી આવ્યા હતા.

અમદાવાદના હિતેષ ઘોડાસરા પાસેથી હિતેષ ચૌધરીએ સેવડેટા એપ્લીકેશન બનાવી હતી. જેની તપાસમાં લગભગ 31 હજાર રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ, આધારકાર્ડ નંબર, રેશનકાર્ડ નંબર સહિતનો ડેટા મળી આવ્યો છે. જેના આધારે આગામી બે-ત્રણ દિવસમાં વધુ સસ્તા અનાજના સંચાલકોનાં નામ સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *