ઉત્તરપ્રદેશ: રાજકારણ (Politics) માંથી એક શરમજનક ચિત્ર સામે આવી રહ્યું છે કે, જ્યાં પ્રતાપગઢ (Pratapgarh) જિલ્લામાં ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ એકબીજાને જોરદાર માર માર્યો હતો. ફક્ત આટલું જ નહીં પણ કોંગ્રેસના નેતાઓએ દોડીને ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તાને દોડાવી દોડાવીને ઢોર માર માર્યો હતો. જેનો એક વીડિયો હાલમાં વાયરલ (Viral) થઈ રહ્યો છે.
હકીકતમાં જોઈએ તો, આ મામલો રામપુર વિધાનસભામાં આવેલ સંગીપુર બ્લોકનો છે કે, જ્યાં શનિવારની બપોરે ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તા જન આરોગ્ય મેળામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી તથા તેમની ધારાસભ્ય દીકરી આરાધના મિશ્રા પણ મુખ્ય મહેમાન તરીકે આ મેળામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, વિવાદ એટલો વધી ગયો હતો કે, કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના સાંસદ સંગમ લાલ ગુપ્તાને લાત તથા મુક્કાથી મારવાનું શરૂ કર્યું હતું. ફક્ત એટલું જ નહીં પણ સાંસદને દોડીને માર માર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારી આ બધું ચૂપચાપ જોઈ રહ્યા હતાં.
BJPના સાંસદને રસ્તા પર દોડાવી-દોડાવીને કોંગ્રેસનાં નેતાઓએ માર્યો ઢોરમાર, વાયરલ થયો વિડીયો #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate pic.twitter.com/Xmh9cf1cw3
— Trishul News (@TrishulNews) September 27, 2021
જ્યારે સાંસદે કોઈ રીતે પોતાનો જીવ બચાવવા ભાગવાનું શરૂ કર્યું તો રસ્તા પર પડી ગયા હોવાથી તેમો લંગડાતા રહ્યા, પણ કોંગ્રેસના કાર્યકરોએ તેમને ફરીથી પકડીને માર માર્યો હતો. કોઈ રીતે સાંસદના સુરક્ષાકર્મીઓએ તેમને બચાવીને બહાર લાવવામાં આવ્યા હતા.
પોલીસને આ ઘટનાની જાણ થતાંની સાથે જ કોંગ્રેસના નેતાઓને ત્યાંથી કાઢી મુકાયા હતા. જયારે મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાંસદ જણાવે છે કે, “હું સ્ટેજ પર જઈ રહ્યો હતો, આ દરમિયાન ઈન્સ્પેક્ટર સંગીપુર પર હુમલો થયો હતો. જ્યારે મેં તેમને રોક્યા, આયોજન કર્યા પછી 60 જેટલા લોકો બેઠેલા લોકોએ મારા પર હુમલો કર્યો હતો.
હું કેટલીક જગ્યાએ ઘાયલ થયો છું. કોઈ રીતે સુરક્ષાકર્મીએ અમને બચાવ્યા, નહીં તો મને જાણ પણ ન હતી કે, શું થયું હોત. આરોગ્ય મેળામાં રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રમોદ તિવારી તથા ધારાસભ્ય આરાધના મિશ્રાને 2 વાગ્યાથી મુખ્ય મહેમાન બનાવ્યા હતા. બાદમાં 3 વાગ્યાથી ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તાને મુખ્ય મહેમાન બનાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.