કોંગ્રેસી મહિલા ઉપપ્રમુખે યુવાનને ધમકાવતા કરી લીધો આપઘાત- જાણો અહીં

રાંદેરમાં શનિવારે બંગાળી કારીગરે દુકાનમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કારીગર પર ચોરીનો આરોપ મુકી અપહરણ કરી રાંદેરમાં ગોંધી રાખી માર મારતા તેણે આ પગલું ભર્યુ હતું. જેમાં રાંદેર પોલીસે ફરિયાદી બની ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાની ઉપપ્રમુખ મેઘના પટેલ સહિત 6 સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, 20 વર્ષીય સુદીપ દીલીપ નંદન (રહે.લિમડીફૂઈ ગોપીપુરા)દેવનારાયણ બશકને ત્યાં સોનાના દાગીનાના કારખાનામાં મજૂરી કરતો હતો. સુદિપે સોનુ સગેવગે કર્યાની વાતને લઈને દેવનારાયણની દીકરી શ્રેયાએ કોંગ્રેસની મહિલા મેઘના પટેલને વાત કરી હતી.

સુદીપે 12મી ડિસેમ્બરે માતા સાથે વાત કરી 90 ગ્રામ સોનું છે પણ વેચાતું નથી એવુ કહ્યું હતું. આ વાત શ્રેયાના પિતાએ મેઘનાને કરી હતી.જેથી મેઘનાએ પોતાની વોલ્વો કારમાં શ્રેયા સાથે સુદીપનું અપહરણ કરી મેઘના, શ્રેયા, ચિરાગ અને અર્જુને સુદીપને કમરના પટ્ટાથી મારી સુદીપના માતા-પિતાને ફોન કરી સોનાના બદલામાં રૂપિયાની માંગ કરતા સુદીપના પરિવારે કલકતાથી શ્રેયાના ખાતામાં 69 હજાર જમા કર્યા હતા. મોડી રાત્રે સુદીપને પાછો ગોંધી દેવાતા છેવટે ઓફિસમાં ફાંસો ખાધો હતો.

આપઘાત કરનાર યુવકના શરીર પર મારના નિશાન મળ્યા હતા

ઉગત નેનો ફ્લેટસ ખાતે આવેલી એક ઓટો કન્સલટન્ટની ઓફિસમાં શનિવારે સવારે એક યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દુકાનના કાચના પાર્ટીશનમાંથી યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ નજરે પડતા કોઈક રાહદારીએ 108ને જાણ કરી હતી અને ઘટના સ્થળે દોડી ગયેલી 108 દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા રાંદેર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરતા મૃતક સુદીપ દિલીપ નંદન(ઉ.આ. 25) હોવાનું અને તે સોના ચાંદીના દાગીના બનાવનાર બંગાળી કારીગર હોવાનું સામે આવ્યું હતું. આ સાથે તેના શરીર પર ડાબા ખભા અને પીઠના ભાગે મુઢ ઈજા અને ખભાના ભાગે લાલ ચકામા હોવાથી પોલીસને સુદીપના મોત અંગે શંકા ગઈ હતી. જેથી પોલીસે તેના મોતનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ફાંસો ખાવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

વિવાદિત મેઘના પટેલ સામે ગંભીર પ્રકારના આરોપ સાથે તેઓની ધરપકડ ને ધ્યાને લેતાં ઓલ ઇન્ડિયા મહીલા કોંગ્રેસ પ્રમુખ સુસ્મિતા દેવ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

આરોપીઓની યાદી

1. મેઘના દેવાંગ પટેલ(રહે.ચાંદની ચોક કોમ્પલેક્ષ,કારગીલ ચોક, 2. દેવનારાયણ બસક (રહે, ગોપીપુરા), 3. શ્રેયા બસક (રહે, ગોપીપુરા), 4. ચિરાગ ખંડેરીયા (રહે. ગીરધર સોસાયટી, ઉગત), 5. તરૂણ નાગર (રહે. અંબિકાનગર, રાંદેર), 6. અર્જુન લલન ચૌધરી (રહે. આંબેડકરનગર, રાંદેર, સુરત)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *