ગુજરાત(Gujarat): ગુજરાત ATS દ્વારા નિવૃત્ત IPS ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા 5 ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો નિવૃત્ત IPS ને ખોટી રીતે બદનામ અને ફસાવવા કરવા પાંચેય ઇસમોએ ભેગા મળી કાવતરું રચ્યું હતું. જે 5 આરોપી પૈકી BJP ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને નિવૃત્ત DGP ને ખોટી રીતે બદનામ કરવા એક મહિલાનું ખોટું સોગંદનામું કરાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, રાજ્યના એક નિવૃત IPS ને બદનામ કરવા અને ખોટી રીતે ફસાવવાનું કાવતરૂ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર નિવૃત્ત IPS ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના કેસમાં ગુજરાત ATSએ 05 લોકોને ઝડપી લેવામાં અવાય છે. જેમાં ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવતા રાજકારણ હડકંપ મચી ગયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ સાથે એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારો દ્વારા પાંચ લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી અને અખબારમાં પ્રકાશિત કરવા માટે બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો મોટો ધડાકો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની માહિતી અનુસાર ભાજપ OBC મોરચાના નેતા જી.કે.પ્રજાપતિ ષડયંત્રના મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે.સ્થાનિક ભાજપના નેતા અને પત્રકારોએ મળીને આ કાવતરું ઘડ્યું હોવાનો ભેદ ખૂલ્યો છે. જેમાં ખોટુ સોગંદનામું કરીને આખું કાવતરું રચવામાં હતું. પૂર્વ IPS ને બદનામ કરવા માટે પત્રકાર દ્વારા 5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.
એસપી સુનિલ જોશીએ સમગ્રઅન કાવતરા અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, 15 જાન્યુઆરીના રોજ FIR કરવામાં આવી હતી. આ FIR ગાંધીનગરના ભાજપના નેતા જીકે પ્રજાપતિના સંપર્કમાં આવી હતી. ફરિયાદ દાખલ થાય તે પહેલા મહિલા ઈસ્લાઈલ મલિકે ચાંદખેડાના બંગલામાં લઈ ગયા હતા અને મોટા સિનિયર અઘિકારી છે તેવી મહિલાની ઓળખ કરાવી હતી.
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, મહિલાના ભાઈનો કેસ ચાલતો હતો, તેથી તેના ભાઈને બચાવવા માટે તેમના સંપર્કમાં રહેવુ પડશે તેવુ જણાવવામાં આવ્યું હતું. ઓળખ આપનાર માણસે બે વાર બળાત્કાર કર્યો હતો. જીકે પ્રજાપતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બીજી બાબત લખાવશો, પણ આ બાબત હાલ લખાવશો નહિ. તપાસમાં ભાજપ નેતા જીકે પ્રજાપતિએ સુરતના બીજા શખ્સ સાથે મહિલાની ઓળખ કરાવી હતી. પોલીસમાં મદદ કરશે અને તમારે આમારા મુજબ ચાલવુ પડશે અને આ દરમિયાન તેઓ દ્વારા પૈસાની વાતચીત કરવામાં આવી હતી. ત્યાર બાદ વકીલ મારફતે એફિડેવિટનો કાચો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો હતો. જેમાં અધિકારીનુ નામ લખવામાં આવ્યું હતુ. તે પહેલા મહિલાને ફોટો બતાવ્યો તો તેણે ના પાડી હતી કે, બંગલામાં કોણ આ શખ્સ ન હતો. ત્યારે તેઓએ અધિકારીના નામ સાથે વળગી રહેવા પીડિત મહિલાને દબાણ કરવામાં આવ્યું હતું. 30 જાન્યુઆરીએ મહિલાનું નિવેદન લેવાનું હતું.
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, આ આખા ષડયંત્રમાં ત્રણેય આરોપીઓ જુદી જુદી રીતે અધિકારીઓના કચેરીમાં ગયા હતા, તાબા હેઠળના અધિકારી અને વચેટિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને 8 કરોડ પચાવવાની ડીલ કરવા માંગતા હતા. પરંતુ કાવતરું અહિયાં જ પૂરુ ન થયું. જ્યારે અધિકારીએ કામ ન થયુ, તો જીકે પ્રજાપતિ દ્વારા ગાંધીનગરના પત્રકારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાથે જ મહિલાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો, વિડીયો બનાવીને વાયરલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. મહિલાને અધિકારીના નામ સાથે વળગી રહેવા દબાણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહિલાનું 146 મુજબનું નિવેદન આપવાનું હતું અને આ દબાણ સાથે મહિલાને ઊંઘની ગોળી પણ આપવામાં આવી હતી. નવા એફિડેવિટમાં કોઈ પોલીસ અધિકારીનું નામ ન હતું, જેને લીધે બીજા દિવસે એક બીજી નવું એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં એક ફકરામાં પોલીસ અધિકારી નામ લખવાનું આવ્યું હતું.
જાણો કોણ કોણ પકડાયું?
જીકે પ્રજાપતિ(સ્થાનિક ભાજપના નેતા), આશુતોષ અને કાર્તિક જાની(ગાંધીનગરના પત્રકારો),હરેશ જાદવ(સુરત)ને પકડી પાડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.