ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુનિતા યાદવને કુમાર કાનાણીના પુત્ર સાથેનો વિવાદ પૂર્ણ કરવા મળી 50 લાખની ઓફર- જાણો કોણે કહ્યું

હમણાથી ચાલી રહેલા સુનીતા યાદવના કિસ્સામાં આવ્યો એક મોટો વળાંક જાણો સુનીતા ને કેવી ધમકી આપવમાં આવી . આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્ર અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી જીભાજોડીના ઓડિયો, વીડિયો વાયરલ થતાં મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગરમાયો હતો. આ કેસમાં ક્યારેય માફી નહીં માંગુ તેવું પણ સુનીતાએ કહ્યું હતું. આરોગ્યમંત્રી કાનાણીના પુત્ર પ્રકાશ સાથેની માથાકૂટને લઇ સોશિયલ મીડિયામાં વાદવિવાદમાં સપડાયેલી લેડીઝ LR સુનીતા યાદવે રવિવારે સાંજે પોલીસ હેડક્વાટરમાં હંગામો મચાવ્યો હતો. બાદમાં સુનીતાએ ટ્વીટ કરીને પોલીસને નેતાની ગુલામ અને ભ્રષ્ટ ગણાવી દીધી હતી.

આરોગ્યમંત્રી સાથે વિવાદમાં રહેલી સુનિતા યાદવની ખાસ વાતચિત કરી હતી. વાત કરતા સુનિતા યાદવે જણાવ્યું હતું કે, ”મને જાન થી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને મામલો રફાદફા કરવા માટે 50 લાખ રૂપિયાની ઓફર પણ કરવામાં આવી રહી છે”. વધુમાં સુનિતાએ જણાવ્યું હતું કે, ”આ તો માત્ર 10 ટકા જ પિક્ચર છે, 90 ટકા પિક્ચર તો હજૂ બાકી છે હું હજી આખી પિક્ચર બતાવીશ. કમિશનર સાહેબ નહીં મળિયા એટલે રાજીનામુ આપવાનું બાકી છે”. જોકે સુનિતા યાદવ પણ ખાનગી કારમાં પોલીસની પ્લેટ લગાવી ફરતી હોઈ તે નિયમ તોડતી હોઈ સવાલ પૂછતાં તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

જાણો શું હતો સમગ્ર મામલો?

સુરતના હીરાબજારમાં રાતે કરફ્યૂ દરમિયાન માસ્ક વગર પાંચ જણાને કરફ્યુનો ભંગ કરતાં કોન્સ્ટેબલ સુનીતા યાદવે અટકાવ્યા હતા, જોકે બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ આવ્યો ત્યારે મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી હતી. એ પછી મહિલા કોન્સ્ટેબલે મોઢે મોઢ સંભળાવી દીધું હતું કે, વડાપ્રધાનનો દીકરો હોત તો પણ હું રોકત. મંત્રીના બેફામ બનેલા પુત્રને મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, મને અહીં ૩૬૫ દિવસ ઊભા રાખશે તેવું કહેવાની સત્તા કોણે આપી.

મંત્રીનો દીકરો છે તો શું થયું. મને અહીંયા ૩૬૫ દિવસ ઊભી રખાવીશ એવું કહેનાર તું કોણ છે? સુનિતા યાદવ નામ છે મારું, યાદ રાખજે, તારા બાપની નોકર નથી, તાકાત હોય તો બદલી કરાવી નાંખજે, બાકી બીજી વાર બોલીશ તો લાઠીથી પુષ્ઠભાગ તોડી નાંખીશ બધાનો. આ બબાલ બાદ મહિલા કોન્સ્ટેબલ રજા પર ઊતરી ગયા કે ઉતારી દેવાયા હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: