અંબાલાલ પટેલની ડરામણી આગાહી: નર્મદા ડેમ ઓવરફ્લો થશે, તો સાબરમતીમાં પૂર આવવાની શક્યતા

Ambalal Patel Forecast In Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે(Ambalal Patel Forecast In Gujarat) આવનારા 24 કલાકમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ(Ambalal Patel Forecast) પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, સાવલી, આણંદ, ખેડા, નડીયાદમાં આવનાર 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા તો રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે નર્મદા નદીમાં પૂર અને ડેમ ઓવરફ્લો થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, સાબરમતી નદીમાં પણ પૂર આવે તેવી સંભાવના છે. આ તરફ હવે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી રહ્યા છે.

24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે
તમને જણાવી દઈએ કે, આવનાર 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે આગાહી છે જ્યારે 24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવનાછે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી 65 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ઇસ્ટ વેસ્ટ ટ્રફ, સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *