સામાન્ય રીતે લોકો પાકા કેળા (Bananas)નું સેવન કરતા હોય છે. તેમાં પણ ઘણા પોષક તત્વો(Nutrients) રહેલા હોય છે. પરંતુ આજે અમે તમને કાચા કેળા (Raw bananas)ના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. આ એક એવું ફળ છે, જે સમગ્ર વિશ્વમાં મોટી માત્રામાં ખાવામાં આવે છે. કેળાની ખાસ વાત એ છે કે આ ફળ તમને દરેક સિઝનમાં બજારમાં સરળતાથી મળી જશે. આ કાચા કેળામાં પણ ભરપુર પ્રમાણમાં પોષક તત્વો હોય છે.
કેળામાં પોષક તત્વો મળી આવે છે:
પોષક તત્વોથી ભરપૂર કેળામાં ફાઈબર જોવા મળે છે, જે ખરાબ ફેટ સેલ અને અશુદ્ધિઓને સાફ કરવામાં મદદ કરે છે. તે પાચનમાં સુધારો કરીને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. રોજ એક કેળાનું સેવન કરવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે.
કાચા કેળામાં ફાઈબર, વિટામીન-સી, વિટામીન-બી6, પ્રોવિટામીન-એ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક અને ફિનોલિક સંયોજનો જેવા અનેક ગુણો જોવા મળે છે. આ તમામ પોષક તત્વો સ્વસ્થ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમે તેને ઉકાળીને એક ચપટી મીઠું નાખીને ખાઈ શકો છો. આ કારણે તમારા પેટનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે.
કાચા કેળા ખાવાના 5 મોટા ફાયદા:
1. પાચન સારું રહેશે:
કાચા કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રતિરોધક સ્ટાર્ચ હોય છે. આ બંને પાચન તંત્રની ક્ષમતા વધારવામાં તેમજ ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરી શકે છે.
2. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:
સુગરના દર્દી માટે કાચા કેળાનું સેવન ખુબ જ ફાયદાકારક નીવડે છે. તેમાં જોવા મળતા એન્ટી ડાયાબિટીક ગુણ પણ ડાયાબિટીસની સમસ્યાને ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે.
3. હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે:
કાચા કેળા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. કાચા કેળામાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકે છે.
4. સ્થૂળતા દૂર કરો:
કાચા કેળા વજન ઘટાડવામાં પણ ખુબ જ મદદરૂપ છે. કાચા કેળામાં અમુક માત્રામાં ફાઈબર જોવા મળે છે અને ફાઈબર ઝડપથી પચતું નથી, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે આપણને વધુ પડતું ખાવાનું ટાળવામાં અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
5. ત્વચા માટે સારું:
કાચા કેળામાં ઘણા પ્રકારના વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. અને આ કરચલીઓ દુર થવાથી ચહેરો સુંદર દેખાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.