એક ભૂલનું આટલું ભયંકર પરિણામ? અક્સ્માતમાં ખભાથી અલગ થયું ડ્રાઈવરનું શરીર ‘ઓમ શાંતિ’

ચિત્તોડગઢ: ઉદયપુર જઇ રહેલુ કન્ટેનર ખોખરીયા ખેડીની સામે ઊભેલા ટ્રેલરમાં ઘુસી ગયું હોવાનો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકનું મોત નીપજ્યું હતું.…

ચિત્તોડગઢ: ઉદયપુર જઇ રહેલુ કન્ટેનર ખોખરીયા ખેડીની સામે ઊભેલા ટ્રેલરમાં ઘુસી ગયું હોવાનો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકનું મોત નીપજ્યું હતું. ડ્રાઈવરનું શરીર ખરાબ રીતે કન્ટેનરમાં ફસાઈ ગયું હતું અને તેને માથામાં ઈજા થઈ હતી તેમજ શરીર ખભાથી અલગ થઈ ગયું હતું. ડ્રાઈવરના સાથીએ સખત મહેનત બાદ મૃતદેહ બહાર કાઢ્યો અને તેને ભડસોડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

હોસ્પિટલ લઈ ગયા બાદ તેનો સાથી ત્યાંથી ભાગી ગયો હતો. મૃતકના ખિસ્સામાંથી એક આઈડી કાર્ડ મળી આવ્યું હતું, જેના કારણે તેની ઓળખ હરિયાણાના રહેવાસી મોમિનના પુત્ર તરીકે થઈ છે. પોલીસને ફોનમાંથી પરિવારના સભ્યોના નંબર મળ્યા અને તેમને ચિત્તોડગઢ બોલાવવામાં આવ્યા. પરિવારજનોના આવ્યા બાદ જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

એએસઆઈ ભૈરુલાલે જણાવ્યું કે, ખોખરીયા ખેડી ગામ પાસે ટ્રેલરનું ટાયર ફાટ્યું અને વાહનને નુકસાન થયું જેથી ડ્રાઈવર કાર પાર્ક કરીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. સવારે ચિત્તોડથી ઉદયપુર જઈ રહેલું કન્ટેનર પાછળથી ટ્રેલરમાં ઘૂસી ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત કન્ટેનર ડ્રાઈવરની નિદ્રાના કારણે થયો હતો.

કન્ટેનર ડ્રાઈવરની સાથે હરિયાણાના રહેવાસી તેના સાથી સાજીદ ખાન પણ હતા. તે ડ્રાઈવરને હોસ્પિટલ લઈ ગયો. અકસ્માતગ્રસ્ત વાહનો જોઈને પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસ દ્વારા હોસ્પિટલમાં જઈને મૃતકની ઓળખ કરી અને મૃતકના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે, અકસ્માત કેવી રીતે થયો તે વિશે હજી ચોક્કસપણે કઈ કહી શકાય નહીં. મૃતકની સાથે સાજીદ નામનો વ્યક્તિ પણ હતો. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમના વિશે પણ કશું જાણવા મળ્યું નથી. ટ્રેલરનું ટાયર ફાટી ગયું હતું, જેથી ડ્રાઈવર ટ્રેલર સ્થળ પર જ મૂકીને ચાલ્યો ગયો હતો. બીજી તરફ કન્ટેનરનું ટાયર પણ ફાટી ગયું છે. હવે માત્ર સાજીદ ખાન જ અકસ્માતનું સાચું કારણ કહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *