કોરોનાને કારણે 2008 કરતા પણ વધુ ભીષણ મંદી આવવાની આશંકા, 2.50 કરોડ નોકરીઓ જઈ શકે છે

મહામારી જાહેર થઈ ચૂકેલા કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થા ઠપ્પ થઈ ચુકી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં આ બીમારીને પગલે વિશ્વમાં 2.5 કરોડ લોકોને નોકરીઓ ગુમાવવાનું જોખમ છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, જો આંતરરાષ્ટ્રીય સ્તરે પર સમન્વય સ્થાપિત કરવામાં આવે, તો આ સંકટને થોડું ઓછુ કરી શકાય છે.

આ સંકટની સૌથી વધુ અસર નોકરીઓ આપનારા રિટેલ સેક્ટર પર થવાની આશંકા છે. રિટેલ સેક્ટરમાં 1.1 કરોડ લોકોની નોકરીઓ જઈ શકે છે. આ ઉપરાંત ટૂરિઝમ અને હોસ્પિટલિટી સેક્ટરમાં 12 લાખ લોકો બેરોજગાર થઈ શકે છે. ઈ-કૉમર્સ સેક્ટરમાં પણ 20 લાખ નોકરીઓ પર સંકટના વાદળો ગેરાઈ રહ્યાં છે. આ સિવાય પહેલાથી જ મંદીનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરની કમર તૂટી શકે છે અને તેમા પણ 35 ટકા નોકરીઓ જવાની આશંકા છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને પોતાના રિપોર્ટ “‘COVID-19 And World Of Work: Impacts And Responses”માં જણાવ્યું કે, બેરોજગારી દૂર કરવા માટે ઝડપથી પ્રયત્ન કરવાની જરૂરત છે. ILOએ જણાવ્યું કે, આ માટે ત્રણ પગલા ભરી શકાય તેમ છે. જે આ પ્રકારે છે. વર્ક પ્લેસ પર કર્મચારીઓને બચાવવા, અર્થ વ્યવસ્થા અને રોજગારના સંરક્ષણના ઉપાય અને જૉબ અને આવકનો સપોર્ટ.

કેવી રીતે બચી શકે છે રોજગાર?
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશે વિશ્વભરની સરકારો અને ઔદ્યોગિક પરિવારના લોકોએ રોજગારી બચાવવાની અપીલ કરી છે. ILOએ જણાવ્યું કે, શોર્ટ ટાઈમ વર્ક, પેઈડ લીવ અને અન્ય સબસિડી મારફતે લોકોની નોકરીઓ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

2008 કરતાં પણ ભીષણ મંદીની આશંકા
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન પ્રમાણે, આ સ્થિતિ 2008માં વિશ્વભરમાં આવેલી આર્થિક મંદી કરતા પણ વિકટ સ્થિતિ સર્જાશે. તે સમયે 2.2 કરોડ લોકોને પોતાનો રોજગાર ગુમાવવો પડ્યો હતો અને આ વખતે આ આંકડો 2.5 કરોડ સુધી પહોંચવાની આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *