કોરોના કાળ દરમ્યાન બંધ કરવામાં આવેલા પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે. જેથી પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. જોકે, કોવિડ ગાઇડલાઇનના કારણે કેટલાક રાજ્યો અને વિસ્તારોમાં પ્રવાસીઓને પહોંચતા હજૂ વાર લાગશે. ગુજરાત રાજ્યમાં 2019માં 5.88 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા, પરંતુ 2020માં માત્ર 1.94 કરોડ જ પ્રવાસીઓ ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યા હતા.જેથી એક જ વર્ષમાં 3.94 કરોડ પ્રવાસીઓનો ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, પેહલા લોકડાઉન બાદ સરકાર દ્વારા થોડાક સમય માટે પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા હતા, પરંતુ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી હતી. ફરી બીજી લહેર આવતા પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. સોમવારના રોજ સંસદમાં મોન્સુન સુત્રમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં આ બાબત બહાર આવી હતી.મળતી માહિતી મુજબ, આ વિગતો માત્ર સ્થાનિક લોકોને અનુલક્ષીને હતી.
નવેમ્બર 2018થી ફેબ્રુઆરી 2020 સુધીના 2 વર્ષમાં 42.58 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. 17 માર્ચ, 2020ના રોજ રાજ્યસભામાં આ આંકડો આપવામાં આવ્યો હતો.દર મહિને 2.66 લાખ લોકો આવતા હતા. જયારે 2021ના માર્ચ મહિનામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર કરી ગયો. 1 વર્ષમાં કપરી પરિસ્થિતિ વચ્ચે પણ 7.40 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.