વૈશ્વિક સ્તરે કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો(Record break corona cases) સામે આવી રહ્યા છે. જેને કારણે આખું વિશ્વ ચિંતિત દેખાઈ રહ્યું છે. જો આવી જ રીતે કોરોનાના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર(Third wave) ને આવતા કોઈ નહિ રોકી શકે.
કોરોનાની વિશ્વસ્તરે વાત કરવામાં આવે તો 24 કલાકમાં જ વિશ્વમાં રેકોર્ડબ્રેક 31.50 લાખ કેસ સામે આવતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ કેસને કારણે કુલ કોરોનાનો આંકડો 31.75 કરોડને પાર થઇ ગયો છે. હાલમાં વિશ્વભરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4.91 કરોડ જેટલી છે. છેલ્લા 24 કલાકમાં USમાં 8.14 લાખ કેસ સામે આવ્યા છે.
જ્યારે ફ્રાન્સમાં એક્ટિવ કેસ 40 લાખને પાર થઇ ગઈ છે. ઇટાલીમાં 24 કલાકમાં 1.97 લાખ નવા કેસ સામે આવ્યા છે. સ્પેનમાં 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ સામે આવ્યા છે. આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.31 લાખ કેસ નોંધાયા છે. UKમાં 24 કલાકમાં 1.29 લાખ નવા કેસ સામે આવ્યા છે. UKમાં એક્ટિવ કેસ 37 લાખ સુધી પહોચી ગયા છે. ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 1.06 લાખ કેસ સામે આવતા હાહાકાર મચ્યો છે.
જાણો ભારતની શું છે સ્થિતિ:
જોવામાં આવે તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કેસોમાં 27 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા એક દિવસમાં દેશમાં જોરદાર ઉછાળો જોતા 2,47,417 નવા કોરોના કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે બુધવારે દેશમાં કુલ 1,94,720 કેસ નોંધાયા હતા અને એક જ દિવસમાં આ આંકડો 2.5 લાખની નજીક પહોંચી ગયો છે. કેસ એટલી ઝડપથી વધી રહ્યા છે કે છેલ્લા 16 દિવસમાં કોવિડના દૈનિક કેસ લગભગ 39 ગણા વધી ગયા છે. 28 ડિસેમ્બરે 6,358 કોવિડ કેસ નોંધાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.